fbpx

એક નવું કૌભાંડ ચાલી રહ્યું છે, તમને રોકડા આપીને UPI પેમેન્ટ કરવા કહેશે, સાચવજો

Spread the love

એક નવું કૌભાંડ ચાલી રહ્યું છે, તમને રોકડા આપીને UPI પેમેન્ટ કરવા કહેશે, સાચવજો

જો કોઇ અજાણ્યો વ્યક્તિ તમને આવીને કહે કે, હું તમને રોકડા આપું છું, મારા વતી તમે UPI પેમેન્ટ કરી આપશો? આવું કોઇ કહે તો સાવધ થઇ જજો અને UPI પેમેન્ટ કરવાનું બિલકુલ ના પાડી દેજો. જો ભોળપણ પણ કરી દેશો તો ભેરવાઇ જશો. પોલીસ કાર્યવાહીનો તમે ભોગ બની શકો છો.

 છેલ્લાં કેટલાંક સમયથી મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ જેવા શહેરોમાં આવુ કૌભાંડ ચાલી રહ્યું છે. ગઠીયાઓ તમને રોકડ આપીને UPI પેમેન્ટ કરવા કહે અને પછી તમે મની લોન્ડરીંગની ટ્રેઇલમાં સપડાઇ જાવ. પોલીસ તમને શોધતી આવે અને તમારે ખુલાસો કરવો પડે. આવા ફ્રોડને કારણે બેંક ડેટા પણ ગાયબ થવાના કિસ્સા બન્યા છે.

RBIએ કહ્યું છે કે, વર્ષ 2023-24માં UPI ફ્રોડના 13.4 લાખ કેસો નોંધાયા છે અને લોકોને 1087 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

error: Content is protected !!