fbpx

એક શિક્ષકનું ઘર,સ્કુટર બધું વેચાઇ ગયેલું પણ, આજે શાહરૂખ કરતા વધારે રૂપિયા છે

Spread the love

એક શિક્ષકનું ઘર,સ્કુટર બધું વેચાઇ ગયેલું પણ, આજે શાહરૂખ કરતા વધારે રૂપિયા છે

એક એવા શિક્ષકની વાત કરવી છે જેમના પિતાનું ઘર,સ્કુટર બધું વેયાઇ ગયેલું, પરંતુ મહેનત કરીને આ યુવાન શિક્ષક બન્યો અને આજે 14510 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. બોલિવુડ અભિનેતા શાહરૂખની સંપત્તિ 12490 કરોડ રૂપિયા છે.

અલખ પાંડે જેમને લોકો ફિઝિક્સવાલા સર તરીકે ઓળખે છે તેમનો જન્મ 1991માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. ભણવામાં તેઓ અવેરેજ હતા અને ગણિતમાં ખાસ રસ નહોતો. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ટ્યુશન શરૂ કર્યા અને યુટ્યુબની ચેનલ ફિઝિકસવાલા શરૂ કરી.

 એ પછી રાજસ્થાનના કોટામાં 2020માં ઓફલાઇન સેન્ટર શરૂ કર્યું આજે 100થી વધારે શહેરોમાં તેમના સેન્ટર છે. ગણિતની કમજોરીને તેમણે હથિયાર બનાવીને સફળતા મેળવી.

error: Content is protected !!