
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિક્રેટ એસોસિયેશન જેને લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડીયમ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ગુરુવારના દિવસે ધરપકડ કરવામાં આવી.
કનૈયાલાલ પર આરોપ હતો કે તેમણે તેમના નાના ભાઇ દિવગંત હેમંત કોન્ટ્રાક્ટર અને તેમની પત્ની ના દસ્તાવેજો નકલી બનાવી અને ડુપ્લીકેટ સહી કરીને બજાજ ફાયનાન્સમાંથી 2.92 કરોડની લોન લીધી હતી. એ પછી તેમણે લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું અને બજાજ ફાયનાન્સના અધિકારીઓ જ્યારે સંપત્તિ જપ્ત કરવા આવ્યા ત્યારે હેમંતભાઇના પત્ની નયનાબેનનને ખબર પડી અને તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.
મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને સુપ્રીમ રાહત પાછી ખેંચી લેતા કનૈયાલાલની ઇકોનોમિક વિંગે ધરપકડ કરી. તેમને વ્હીલચેર પર લાવવામાં આવ્યા હતા.
