fbpx

BSE સેન્સેક્સ 2026માં 1 લાખને પાર કરશે, જાણો કોણ કહે છે આવું

Spread the love

BSE સેન્સેક્સ 2026માં 1 લાખને પાર કરશે, જાણો કોણ કહે છે આવું

દુનિયાના જાણીતા બ્રોકરેજ હાઉસ મોર્ગેન સ્ટેન્લીએ એક રિપોર્ટમાં કહ્યું છે કે, વર્ષ 2026માં ભારતીય શેરબજારનો ઇન્ડેક્સ જૂન 2026 સુધીમાં 1 લાખ 7 હજાર સુધી પહોંચવાની 30 ટકા સંભાવના છે, જ્યારે ડિસેમ્બર 2026 સુધીમાં 95 હજાર સુધી પહોંચવાની 50 ટકા સંભાવના છે અત્યારે મુંબઇ શેરબજારનો ઇન્ડેક્સ 85000ની આજુબાજુ છે.

મોર્ગન સ્ટેન્લીનું માનવું છે કે,RBI અને ભારત સરકારની સંયુક્ત રણનીતી જેવી કે વ્યાજદરમાં ઘટાડો,લિક્વીડીટી સપોર્ટ, બેંકીંગ ડિરેગ્યુલેશન, 1.5 લાખ કરોડ GST કટ જેવા પગલાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાનો ધારવા કરતા વધારે સારો ગ્રોથ થશે.

 ભારતીય અર્થતંત્રની વૃદ્ધી કોર્પોરેટ કમાણી વળતરનો માર્ગ મોકળો કરશે.રિપોર્ટમાં કહેવાયું છે કે, જો ક્રુડ ઓઇલના ભાવ 100 ડોલર ઉપર જશે તો બીએસઇ સેન્સેક્સ 76000ના લેવલે આવી શકે જેની સંભાવના 20 ટકા છે.

error: Content is protected !!