fbpx

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

Spread the love

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી ગઇ છે. ગુજરાત પ્રદેશના મહામંત્રી મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, અરવિંદ કેજરીવાલ રવિવારે સાંજે ગુજરાત આવી રહ્યા છે અને 3 દિવસ ગુજરાતમા રહેવાના છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, જૂતા પ્રકરણ એટલું મોટું નથી કે નેશનલ લેવલના નેતાએ ગુજરાત દોડી આવવું પડે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીનું કદ વધી ગયું છે અને ગોપાલનું કદ ઝાંખુ પડી રહ્યું છે એટલે કેજરીનાલ ગુજરાત આવી રહ્યા છે.

 કેજરીવાલ આ મુદ્દાને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભા 2027ની ચૂંટણીમાં ઉઠાવી શકે છે કે, જુઓ પાટીદારનું અપમાન કરવામાં આવ્યું.

error: Content is protected !!