fbpx

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

Spread the love

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા. આ પ્રસંગે યોજાયેલી જાહેરસભામાં અમિત શાહે મન મુકીને મહિલાઓના વખાણ કર્યા હતા.

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, બનાસ ડેરીના શિલ્પી ગલબાકાકાએ જે સહકારી ક્ષેત્રનું ખેડાણ કર્યું હતું અને તે વખતે 400 રૂપિયાનું દુધ ભરાતું હતું, પરંતુ બનાસકાંઠાની મારી બહેનો માતાઓએ મહેનત કરીને આજે 24000 કરોડ રૂપિયા પર ડેરી બિઝનેસને પહોંચાડી દીધો છે. આ નાની સુની વાત નથી.

શાહે કહ્યું કે, બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય.

ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડાઓને સમૃદ્ધ કરવાનું  કામ કર્યું છે.

error: Content is protected !!