fbpx

અનિલ અંબાણીએ દીકરાને પણ કાદવમાં ખેચી લીધો

Spread the love

અનિલ અંબાણીએ દીકરાને પણ કાદવમાં ખેચી લીધો

અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલ અંબાણી સામે CBIએ 282 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે FIR દાખલ કરી છે. અત્યાર સુધી અનિલ અંબાણી સામે બેંકોના રૂપિયા બીજે વાપરી નાંખવાના આરોપ લાગ્યા છે અને તમની કરોડોની સંપત્તિ જપ્ત પણ કરી લેવામાં આવી છે.

હવે  અનિલ અંબાણીનો મોટો છોકરો પણ કૌભાંડી હોવાની વાત સામે આવી. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ ફરિયાદ નોંધાવી હતી કે, રિલાયાન્સ હાઉસીંગ ફાઇનાન્સને 400 કરોડની  લોન આપવામાં આવી હતી તેનો ઉપયોગ કંપનીએ બીજે કરી નાંખ્યો છે એવી વાત તપાસમાં સામે આવી છે. કંપનીને 2019માંજ NPA જાહેર કરવામાં આવી હતી.

DNAના 2016ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, જય અનમોલ અંબાણીની પોતાની સંપત્તિ 20000 કરોડ રૂપિયા છે.

error: Content is protected !!