fbpx

પ્રાંતિજ ના ઉંછા ખાતે રાત્રી સભા યોજાઈ

Spread the love

પ્રાંતિજ ના ઉંછા ખાતે રાત્રી સભા યોજાઈ

  • જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતા મા રાત્રી સભા યોજાઈ
  • ઠંડી મા પણ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
  • ગામ લોકો ના વિવિધ પ્રશ્નોનુ હકારાત્મક નિરાકરણ લાવવામા આવ્યુ
  • પૂર્વ સરપંચ દ્રારા મુખ્યમંત્રી રાહત ફંડ મા ૫૦૦૦ નો ચેક જિલ્લા કલેક્ટર ને અર્પણ કર્યો

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામે જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતા મા રાત્રી સભા યોજાઈ હતી જેમા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો ગામજનો ના વિવિધ પ્રશ્નો નુ હકારાત્મક નિરાકરણ લાવવામા આવ્યુ હતુ

પ્રાંતિજ ના ઉંછા ખાતે તારીખ ૧૯|૧૨|૨૦૨૫ ને શુકવાર ના રોજ જિલ્લા સમાહર્તા લલિત નારાયણ સિંઘ સાંદુ અધ્યક્ષ સ્થાને રાત્રી સભા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ગામના આગેવાનો સહિત ગામલોકો ઠંડી મા પણ ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો ગામ લોકો ના વિવિધ પ્રશ્નો નુ પણ હકારાત્મક નિરાકરણ લાવવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે ઉંછા ગામ ના પૂર્વ સરપંચ જયંતિભાઇ કાલીદાસ પટેલ દ્રારા મુખ્યમંત્રી રાહત ફંડ માટે રૂપિયા-૫૦૦૦ નો ચેક ઉપસ્થિત જિલ્લા કલેક્ટર ને અર્પણ કરવામા આવ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!