fbpx

ગમે એટલો પગાર હોય પણ અમુક લાંચિયા પોલીસકર્મીનું પેટ ક્યારેય નથી ભરાતું, આ વખતે PI પકડાયો

Spread the love

ગમે એટલો પગાર હોય પણ અમુક લાંચિયા પોલીસકર્મીનું પેટ ક્યારેય નથી ભરાતું, આ વખતે PI પકડાયો

ગુનેગારોને બચાવવા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના PI 30 લાખની અને કીમ પોલીસ સ્ટેશનના પીઆઇ 3 લાખની લાંચ લેતા પકડાયો છે. છેલ્લાં 4 જ દિવસમાં આ ઘટનાએ ગુજરાત પોલીસનું નાક કાપી લીધું છે.

15 ડિસેમ્બરે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના પીઆઇ પેથા કે પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઇની ધરપકડ કરવામાં આવી છે. કોલ સેન્ટરના એક ગુનામાં આરોપીને કોઇ કાર્યવાહી નહીં કરવા માટે 30 લાખ માંગ્યા હતા. વિપુલ દેસાઇ લાંચની રકમ લેવા ગયો અને ACBએ રંગે હાથે પકડી લીધો હતો.

કીમ પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રવિણસિંહ જાડેજાએ નકલી પોલીસ બનીને 2 વેપારીઓ પાસેથી 13 લાખ પડાવનારા 3 આરોપીઓને જેલમાથી વહેલા મૂક્ત કરવા અને ગુજસીટોકની કલમ નહીં ઉમેરવા માટે 3 લાખ માંગ્યા હતા. જાડેજાએ લાંચની રકમ લેવા એક વકીલને મોકલ્યો હતો. જેની પણ ધરપકડ થઇ છે. 

આવા અમુક પોલીસકર્મીઓના કાળા કામને લીધે આખા ડિપાર્ટમેન્ટને નીચું જોવું પડે છે અને એમને પણ લોકો ખરાબ પોલીસકર્મી તરીકે જોવે છે.

error: Content is protected !!