fbpx

વિદેશમાં મજા માણતા માલ્યા અને લલિતને પાછા લાવવા શું કરી રહી છે ભારત સરકાર? આપ્યો આ જવાબ

Spread the love
વિદેશમાં મજા માણતા માલ્યા અને લલિતને પાછા લાવવા શું કરી રહી છે ભારત સરકાર? આપ્યો આ જવાબ

લંડનમાં આયોજિત કરાયેલી પાર્ટીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ભાગેડુ લલિત મોદી અને વિજય માલ્યા જોવા મળી રહ્યા છે. જોકે આ અગાઉ પણ બંનેના ઘણા ફોટા અને વીડિયો સામે આવી ચૂક્યા છે, પરંતુ આ વખતે સરકારે વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ ભાગેડુઓને કોઈપણ સંજોગોમાં ભારત લાવવામાં આવશે.

lalit-modi2

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, સરકાર ભારતમાં કાયદા દ્વારા ઇચ્છિત ભાગેડુઓની વાપસી સુનિશ્ચિત કરવા માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છે. અમે આ વાપસી માટે ઘણી સરકારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ, અને પ્રક્રિયા ચાલુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલનું આ નિવેદન લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યા બાદ આવ્યું છે જેમાં તે અને વિજય માલ્યા એક જન્મદિવસ સમારોહમાં જોવા મળી રહ્યા છે.

વાયરલ ક્લિપમાં લલિત મોદીએ પોતાને અને વિજય માલ્યાને ભારતના બે સૌથી મોટા ભાગેડુ ગણાવ્યા હતા. જોકે, ત્યારબાદ લોકોએ ઘણા  પ્રકારની ટિપ્પણીઓ કરી હતી. વીડિયો પોસ્ટ કરતા લલિત મોદીએ કેપ્શન આપ્યું હતું કે, ‘ચાલો ભારતમાં ફરીથી ઇન્ટરનેટ તોડીએ. જન્મદિવસની શુભેચ્છા મારા મિત્ર #વિજયમાલ્યા.’

lalit-modi

આ વીડિયો વિજય માલ્યાના 70મા જન્મદિવસની ઉજવણીનો છે, જેનું આયોજન લલિત મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે લલિત મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ કાર્યક્રમના ફૂટેજ શેર કર્યા હતા, જેમાં તેને વિશ્વના વિવિધ ભાગોથી આવેલા મિત્રો અને પરિવારવાળાનું ગેધરિંગ ગણાવ્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે બંનેએ વિદેશમાં એક સાથે સોશિયલ થવાના ફોટો અથવા વીડિયો શેર કર્યા છે.

error: Content is protected !!