fbpx

પ્રાંતિજ ખોડીયાર કુવા વિસ્તાર માંથી ગુમ થયેલ બાળક બે કલાક બાદ પડોશી ના ધરે થી હેમખેમ મળી આવ્યુ

Spread the love

કેડ મા છોકરૂ અને ગામમા ઢઢેરો જેવો ધાટ ધડાયો
પ્રાંતિજ ખોડીયાર કુવા વિસ્તાર માંથી ગુમ થયેલ બાળક બે કલાક બાદ પડોશી ના ધરે થી હેમખેમ મળી આવ્યુ
– પ્રાંતિજ પોલીસ ને જાણ કરતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી
– બાળક ખોવાયુ હોવાનુ વાયુવેગે પ્રસરી જતા અડધુ પ્રાંતિજ બાળક ને ખોળવા નિકળ્યુ હતુ
– બાળક મળી આવતા પરિવાર સહિત તંત્ર એ હાશકારો લીધો
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખોડીયાર કુવા વિસ્તાર માંથી ગુમ થયેલ બાળક બે કલાક ની શોધખોળ બાદ પડોશી ના ધરમાંથી હેમખેમ મળી આવ્યુ તો પરિવાર સહિત તંત્ર એ હાશકારો લીધો હતો


   પ્રાંતિજ ખોડીયાર કુવા વિસ્તાર મા રહેતા જયમીન ભાઇ મોદી નો સાડા ત્રણ વર્ષ નો પુત્ર હેમીન કે જે સોમવાર ના બપોર ના સમયે ધર માંથી રમતા- રમતા બહાર જતો રહેતા મળી ના આવતા માતા-પિતા દાદા-દાદી સહિત પરિવાર ના સભ્યો દ્રારા આજુબાજુ મા પડોશમા શોધખોળ હાથ ધરી હતી પણ કોઇ જગ્યાએ થી મળી ના આવતા આખરે અડધો કલાક બાદ પિતા દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી તો પ્રાંતિજ પોલીસ ને જાણ થતા તાત્કાલિક પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના ટાઉન જમાદાર રાજુભાઇ બરડા , પોલીસ કોન્સ્ટેબલ અનિલસિંહ સહિત પોલીસ સ્ટાફ તથા ડીસ્ટાફ તાત્કાલિક પરિવાર ના ધરે દોડી આવ્યો હતો અને પડોશીઓ તથા પોલીસ દ્રારા આજુબાજુમા તપાસ હાથ ધરી હતી

તો  પોલીસ દ્રારા તાત્કાલિક બહાર બજારમા લાગેલ સીસીટીવી કેમેરા સહિત ની તપાસ હાથ ધરી હતી તો વાયુવેગે બાળક ગુમ થયા ના સમાચાર પ્રાંતિજ ગામમા પ્રસરી જતા પરિવાર પોલીસ સાથે અડધુ પ્રાંતિજ ગામ ગુમ થયેલ સાડા ત્રણ વર્ષ ના બાળક ને ખોળવા લાગી ગયુ હતુ તો બે કલાક ની જહેમત બાદ ખોવાયેલ બાળક હેમીન તેવાના બે ધર છોડીને આવેલ પડોશી ના મકાન માંથી હેમખેમ મળી આવ્યુ હતુ તો બાળક મળી આવતા પરિવાર તથા તંત્ર એ હાશકારો લીધો હતો ત્યારે કેડમા છોકરૂ અને ગામમા ઢઢેરો જેવો ધાટ ધડાયો હતો તેમ કહીએ તો નવાઇ નહી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!