fbpx

ગુજરાતની કંપનીએ 2250 કરોડમાં ખરીદી જમીન, ભારતની સૌથી મોટી ડીલ

Spread the love

ગુજરાતની કંપનીએ 2250 કરોડમાં ખરીદી જમીન, ભારતની સૌથી મોટી ડીલ

ગુજરાતની એક કંપનીએ મુંબઇમાં રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પાસેથી મહાલક્ષ્મી વિસ્તારમાં રેલવેની 2.5 એકર જમીન 2250 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે. આ માત્ર મુંબઇની જ નહી પરંતુ ભારતની સૌથી મોટી ડીલ માનવમા આવે છે. રેલવેએ 99 વર્ષના પટ્ટે લીઝ પર જમીન આપી છે.

રેલવેની આ જમીન ગુજરાતની કંપની દિનેશચંદ્ર અગ્રવાલ ઇન્ફ્રાકોને ખરીદી છે. રેલવેએ રિઝર્વ્ડ પ્રાઇસ 993 કરોડ રાખી હતી, પરંતુ કંપનીએ સૌથી વધારે બોલી લગાવીને હરાજી જીતી લીધી હતી.

દિનેશચંદ્ર આર અગ્રવાલ ઇન્ફ્રાકોન કંપની હાઇવે, બ્રિજ, એરપોર્ટ સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે. શરૂઆતમાં ડીલના 100 કરોડ આપી દેવાના છે એ પછી 8 વર્ષની અંદર બાકીના રૂપિયા જમા કરાવવાના છે

error: Content is protected !!