fbpx

શું ફૂગ્ગો ફૂટ્યો? એક ઝટકામાં ચાંદીનો ભાવ 21500 તૂટ્યો

Spread the love

શું ફૂગ્ગો ફૂટ્યો? એક ઝટકામાં ચાંદીનો ભાવ 21500 તૂટ્યો

આજકાલ ચાંદીની ખુબ ચર્ચા થઈ રહી છે, અને સોમવારે ચાંદીના ભાવમાં ખુબ વધારે પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો. MCX પર ભાવ પ્રતિ કિલો રૂ. 2.54 લાખ સુધી વધી ગયો. જોકે, ત્યારપછી અચાનક ઘટાડો જોવા મળ્યો અને ભાવ પ્રતિ કિલો રૂ. 21,500 સુધી ઘટી ગયો, જેનો અર્થ એ થયો કે ચાંદી એક જ ઝટકામાં રૂ. 21,000થી વધુ સસ્તી થઈ ગઈ.

એક રીતે, બુલિયન બજારમાં એક મોટું વેપારી નાટક જોવા મળ્યું. દિવસની શરૂઆતમાં ચાંદીના ભાવે ઇતિહાસ રચ્યો, પરંતુ એક કલાકમાં જ રૂ. 21,500 ઘટી ગયા. રોકાણકારો સમજી શક્યા નહીં કે ભાવમાં ઘટાડો શા માટે થયો.

Silver Price Drop

સવારે, જ્યારે MCX પર માર્ચ મહિનામાં ચાંદીના વાયદાના ભાવે પ્રતિ કિલો રૂ. 2,54,174નો રેકોર્ડ તોડ્યો, ત્યારે એવું લાગતું હતું કે ચાંદી માટે આ 2025નું છેલ્લું ટ્રેડિંગ સત્ર હશે. પરંતુ જેવું માર્કેટમાં નફા-બુકિંગ શરુ થઇ ગયું, ભાવ ઝડપી ગતિએ ઉંધી દિશામાં જવા લાગ્યા અને રૂ. 2,32,663 પર આવી ગયા, એટલે કે ચાંદીના ભાવ થોડા જ સમયમાં આશરે રૂ. 21,500 ઘટી ગયા.

નિષ્ણાતોના મતે, આ ઘટાડો અચાનક નથી, પરંતુ તીવ્ર વધારા સામે સામાન્ય પ્રતિક્રિયા છે. ઘણા વેપારીઓએ નફો મેળવવા માટે ચાંદી વેચવાનું શરૂ કર્યું, જેનાથી બજારમાં ઘટાડો વધુ ઝડપી બન્યો.

Silver Price Drop

અહીં તમને બતાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય બજારે શરૂઆતમાં ચાંદી પર દબાણ બનાવ્યું. વૈશ્વિક ચાંદીના ભાવ શરૂઆતમાં 80 પ્રતિ ડૉલર ઔંસ સુધી પહોંચ્યા હતા, પરંતુ પછી 75 ડૉલર પર આવી ગયા, જેના કારણે સ્થાનિક ભાવ પર અસર પડી. આ ફેરફાર યુક્રેન-રશિયા તણાવમાં થોડી રાહતના સમાચાર સાથે પણ હતો, જેના કારણે સલામત આશ્રયસ્થાનોની માંગમાં ઘટાડો થયો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાંદીએ ગયા વર્ષે મજબૂત વળતર આપ્યું છે. ડિસેમ્બર 2024માં, ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 90 લાખ હતો, જ્યાંથી તે 150 ટકાથી વધુ વધ્યો છે. સોમવારે, MCX પર ચાંદીનો ભાવ ₹254,000 પ્રતિ કિલો પર પહોંચી ગયો.

Silver Price Drop

નિષ્ણાતો કહે છે કે, ચાંદીના ભાવમાં વધારો અનેક પરિબળોને કારણે થઇ રહ્યો છે. ઔદ્યોગિક માંગમાં વધારો, રોકાણકારોનો સલામત સંપત્તિમાં વધતો રસ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા ચાંદીની માંગને આગળ વધતી રહી છે. ખાસ કરીને ગ્રીન એનર્જી ટેકનોલોજી, ઇલેક્ટ્રિક વાહનો અને સોલાર પેનલ્સમાં ચાંદીની વધતી માંગના કારણે ભાવમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!