fbpx

સેંગર મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું- આવા ગુનેગારને કોઈપણ સંજોગોમાં જામીન ન મળવા જોઈએ

Spread the love

સેંગર મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું- આવા ગુનેગારને કોઈપણ સંજોગોમાં જામીન ન મળવા જોઈએ

ઉન્નાવ રેપ કેસમાં સજા ભોગવી રહેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના તે નિર્ણય પર રોક લગાવી દીધી છે જેમાં સેંગરને રાહત આપવામાં આવી હતી. કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું કે, “આરોપો ગંભીર છે અને આ ગુનેગારને કોઈ પણ સંજોગોમાં જામીન મળવા જોઈએ નહીં.”

જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સેંગરના વકીલને નોટિસ પાઠવી છે અને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે. સુનાવણીની શરૂઆતમાં જ સીજેઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હાલ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવાના પક્ષમાં છે અને અત્યારે માત્ર સ્ટેના મુદ્દા પર જ ચર્ચા કરવામાં આવશે. કોર્ટે વધુમાં જણાવ્યું કે સેંગર અન્ય કેસોમાં પણ જેલમાં બંધ છે, તેથી તેને મુક્ત કરવામાં આવશે નહીં.

03

પીડિત પક્ષની સુરક્ષા અંગે ચિંતા સુનાવણી દરમિયાન પીડિત પક્ષના વકીલે રજૂઆત કરી હતી કે પીડિત પરિવાર હજુ પણ જોખમમાં છે. તેના જવાબમાં સીજેઆઈએ કહ્યું કે પીડિત પાસે કાયદેસરના ઉપાયો ઉપલબ્ધ છે અને તેઓ અલગથી સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કરી શકે છે, જેના માટે કોઈ વિશેષ પરવાનગીની જરૂર નથી.

ન્યાયતંત્ર પરના દબાણ સામે કોર્ટ લાલઘૂમ સેંગરના વકીલોએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે સોશિયલ મીડિયા પર દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશોના ફોટા વાયરલ કરીને તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ બાબતે નારાજગી વ્યક્ત કરતા સીજેઆઈએ તેને ‘કમનસીબ’ ગણાવ્યું હતું. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે અમને ખબર છે કે લોકો રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ન્યાયિક વ્યવસ્થાને ડરાવવાનો કે ધમકાવવાનો પ્રયાસ કરશો નહીં. તમે આ બાબતોને રસ્તા પર લાવી શકતા નથી; જે પણ દલીલ હોય તે કોર્ટની અંદર કરો, બહાર નહીં.

02

હવે પછીની કાર્યવાહી સુપ્રીમ કોર્ટ હવે આ મામલે ચાર અઠવાડિયા પછી આગામી સુનાવણી હાથ ધરશે. ત્યાં સુધી દિલ્હી હાઈકોર્ટના રાહત આપતા આદેશ પર રોક યથાવત રહેશે, જેનો અર્થ છે કે કુલદીપ સેંગરે જેલમાં જ રહેવું પડશે.

error: Content is protected !!