fbpx

શું નિર્મલા સીતારમણ બનશે નવા શિક્ષણ મંત્રી? ધર્મેન્દ્ર પ્રધાન જશે? જાણો કેબિનેટમાં ફેરફાર અંગે શું છે અટકળો

Spread the love

શું નિર્મલા સીતારમણ બનશે નવા શિક્ષણ મંત્રી? ધર્મેન્દ્ર પ્રધાન જશે? જાણો કેબિનેટમાં ફેરફાર અંગે શું છે અટકળો

સંસદના આગામી ચોમાસુ સત્ર અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટમાં સંભવિત ફેરબદલ અંગે અટકળો વધી રહી છે. જોકે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, કેબિનેટમાં મોટો ફેરફાર થઈ શકે છે, જેમાં કેટલાક મંત્રીઓને નવી જવાબદારીઓ મળશે અને કેટલાકને હટાવી શકાય છે. સૌથી મોટી ચર્ચામાંથી એક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અંગે છે; જેમની NEET પેપર લીક વિવાદ બાદ ટીકા થઇ રહી છે અને રાજીનામાની માંગણીઓ વધી રહી છે, આનાથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે શિક્ષણ મંત્રાલયના નેતૃત્વમાં ફેરફાર થઈ શકે છે.

modi cabinet

કોને મોટી જવાબદારી મળશે?

વધુ એક ચર્ચા એ છે કે RBIના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને નવા નાણાં મંત્રી તરીકે કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. જો આવું થાય છે તો વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણને કેબિનેટમાંથી હટાવવાને બદલે શિક્ષણ મંત્રાલયમાં મોકલી શકાય છે. શક્તિકાંત દાસ એક ભૂતપૂર્વ IAS અધિકારી છે જેમને આર્થિક નીતિ, કરવેરા અને નાણાકીય વહીવટમાં દાયકાઓનો અનુભવ છે. તેમણે 2018 થી 2024 સુધી RBI ગવર્નર તરીકે સેવા આપી અને તેમના કાર્ય માટે વૈશ્વિક સ્તરે ઓળખ મળી. જો દાસને નાણામંત્રી બનાવવામાં આવે છે તો, તેઓ એ ભૂતપૂર્વ RBI ગવર્નરોના એક ખાસ જૂથમાં સામેલ થઇ જશે, જેમણે બાદમાં નાણા મંત્રી બન્યા. જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને સી.ડી. દેશમુખનો પણ સમાવેશ થાય છે. દાસ હાલમાં સંસદ સભ્ય ન હોવાથી તેમની નિમણૂક માટે તેમને છ મહિનાની અંદર રાજ્યસભાના સભ્ય બનવાની જરૂર પડશે.

modi cabinet

મોદી મંત્રીમંડળમાં કોણ-કોણ સામેલ થઇ શકે છે?

મંત્રીમંડળમાં સંભવિત નવા ચહેરા તરીકે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે, જેમાં નીતિશ કુમાર, શક્તિકાંત દાસ, સુખેન્દુ શેખર રોય, તરુણ ચુઘ, રાઘવ ચઢ્ઢા અને શ્રીકાંત શિંદેનો સમાવેશ થાય છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ફેરબદલ દરમિયાન ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને પણ ધ્યાનમાં રાખી શકાય છે. જે મંત્રીઓના વિભાગો બદલાશે તેવી ચર્ચા છે તેમાં મનોહર લાલ ખટ્ટર, રવનીત સિંહ બિટ્ટુ, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમણ, હરદીપ સિંહ પુરી અને નીતિન ગડકરીનો સમાવેશ થાય છે. જોકે, આ બધા નામો રાજકીય અટકળો પર આધારિત છે, અને સરકારે કોઈ ફેરફારની પુષ્ટિ કરી નથી. જ્યાં સુધી કોઇ સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી, વિભાગોની ફેરબદલની વાત માત્ર ચર્ચનો વિષય છે, પાક્કી વાત નથી.

Leave a Reply

error: Content is protected !!