fbpx

પ્રાંતિજ ના દલપુર નજીક ઓવરટેક કરવાની લ્હાયમાં વાહનનો ચાલક ટ્રક પાછળ ઘુસી જતાં મોત નિપજયું

Spread the love

પ્રાંતિજ ના દલપુર નજીક ઓવરટેક કરવાની લ્હાયમાં વાહનનો ચાલક ટ્રક પાછળ ઘુસી જતાં મોત નિપજયું


સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગરથી પ્રાંતિજ નેશનલ હાઈવે પર આવેલ દલપુર નજીકથી મંગળવારે સાંજના સુમારે પસાર થઈ રહેલ વાહનના ચાલકે પોતાના કબ્જાનું વાહન ગફલતભરી રીતે ચલાવી ઓવરટેક કરવા જતાં આ વાહન ટ્રકની પાછળ ઘુસી જતાં ગંભીર ઈજાને કારણે બે જણાને ઈજા થઈ હતી. જે પૈકી એકનું મોત થયાની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.


આ અંગે હિંમતનગર તાલુકાના વિરાવાડા ગામના કિરણકુમાર વિક્રમસિંહ મકવાણાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ મંગળવારે દલપુર ઓવરબ્રિજ પર થઈ પસાર થઈ રહેલ વાહન નં.જીજે.૦૯એયુ.પ૯૧રના ચાલક મુબારક મુસ્તાકમીયા મલેકે પોતાના કબ્જાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી ઓવરટેક કરવા જતાં આ વાહન ટ્રકની પાછળ ધડાકાભેર અથડતાં વાહનના ચાલક મુબારક મલેક અને કંડકટર ભાનુભાઈ વિક્રમભાઈને ઈજા થઈ હતી જે પૈકી કંડકટર ભાનુભાઈનું ગંભીર ઈજાને કારણે મોત નિપજયું હતું. જેથી કિરણકુમાર મકવાણાએ વાહન નં.જીજે.૦૯એયુ.પ૯૧રના ચાલક મુબારક મુસ્તાકમીયા મલેક (રહે.વિરાવાડા, તા.હિંમતનગર) વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!