પ્રાંતિજ તાજપુર ફેકટરી નજીક આઈસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં એકનું મોત
- આઈસર રીપેર કરી રહેલ કારીગરને ઈજા થતાં મોત નિપજયું
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ તાજપુર નજીક આવેલ એક ફેકટરી આગળ મંગળવારે આઈસરને કારીગર રીપેરીંગ કરી રહયા હતા ત્યારે ચિલોડા તરફથી આવતા ટ્રેલરના ચાલકે પોતાના કબ્જાનું ટ્રેલર ગફલતભરી રીતે હંકારી લાવી આઈસરને અથડાવી દેતાં કારીગરનું ગંભીર ઈજાને કારણે મોત થયાની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે ઈડરની મદની સોસાયટીમાં રહેતા નઈમભાઈ સલીમભાઈ મેમણે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ મંગળવારે સાંજના સુમારે તેઓ તેમના ઓળખીતા નદીમમીયાને આઈસર નં.જીજે.૦૬એયુ.૧૯૧૮માં યાંત્રિક ખામી સર્જાતાં આઈસર બંધ થઈ ગયું હતું
જેથી નઈમભાઈ મેમણે નદીમમીયાને બોલાવી તાજપુરની ફેકટરી નજીક આઈસરનું રીપેરીંગ કામ ચાલતું હતું ત્યારે ચિલોડા તરફથી આવી રહેલ ટ્રેલર નં.જીજે.૧રબીએક્સ.૧૧૩૦ના ચાલકે પોતાના કબ્જાનું વાહન બેદરકારી પુર્વક હંકારી લાવી આઈસરને પાછળથી ટક્કર મારતાં નદીમમીયા અબ્બાસમીયા ચૌહાણનું ગંભીર ઈજાને કારણે મોત નિપજયું હતું ઉપરાંત ફરહાનખાન ફીરોજખાન પઠાણ અને શેરખાન નુરૂખાન પઠાણ (બંને રહે.ગંભીરપુરા, ઈડર)ને શરીરે ઈજા પહોંચી હતી અકસ્માત થયા બાદ ટ્રકનો ચાલક ટ્રક મુકીને ભાગી જતાં નઈમભાઈ મેમણે ટ્રેલરના ચાલક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
