
આવકવેરા વિભાગની ડીડીઆઇ વિંગે બુધવારે સુરતના જાણીતી લક્ષ્મી ડાયમંડ કંપની અને ગજેરા ગ્રુપના ગુજરાતભરના સ્થળોએ સાગમટે દરોડા પાડ્યા હતા. જેને કારણે ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
ગજેરા ગ્રુપ ડાયમંડ, રીઅલ એસ્ટેટ, એજ્યુકેશન જેવા અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલું છે. બુધવારે ગુજરાતના 150થી વધારે અધિકારીઓએ સુરત સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. સુરતમાં એ. કે. રોડ પર આવેલી લક્ષ્મી ડાયમંડની જાયન્ટ ફેકટરી પર પણ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
સુત્રોના કહેવા મુજબ અધિકારીઓ હવાલા નેટવર્કની પણ તપાસ કરી રહ્યા છે. ગ્રુપના મોટા લીડર વસંત ગજેરા અને ચીનુ ગજેરાની પુછપરછ કરવામાં આવી હતી. ગજેરા ગ્રુપ ડાયમંડ ક્ષેત્રે મોટું નામ હતું હવે રીઅલ એસ્ટેટમાં પણ મોટું નામ બની ગયું છે.
