પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસે ભયાનક અકસ્માત
– કન્ટેનરની પાછળ ટ્રેલર ઘુસી જતાં કંડક્ટરની ખોપરી ફાટી ઘટનાસ્થળે જ મોત
– ફાયર ટીમે પતરા કાપી ડ્રાઈવરને બચાવ્યો
– અકસ્માત મા ટ્રેલર ના કેબીન નો કુંચડો થઈ ગયો હતો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે આવેલા કતપુર ટોલટેક્સ નજીક રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં કન્ટેનર પાછળ પૂરઝડપે આવતું ટ્રેલર ધડાકાભેર ઘૂસી જતાં કેબિનનો કુંચડો થઈ ગયો હતો આ પ્રચંડ ટક્કરમાં ટ્રેલરના કંડક્ટરની ખોપરી ફાટી જતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ડ્રાઈવર કચડાયેલા કેબિનમાં લોખંડના પતરા વચ્ચે જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતો ફસાઈ ગયો હતો. હિંમતનગર અને પ્રાંતિજની ફાયર ટીમે તાત્કાલિક દોડી આવી કેનની મદદત થી પતરા કાપી ડ્રાઈવરને રેસ્ક્યુ કરી મોતભર્યા સકંજામાંથી હેમખેમ બહાર કાઢ્યો હતો






હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર બુધવાર ની રાત્રિના ૧૨ વાગે અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી જેમા પ્લાયવુડની સીટો ભરેલું એક કન્ટેનર નંબર-RJ14 GT 1251 અમદાવાદ તરફ જઈ રહ્યું હતું ત્યારે કતપુર ટોલટેક્સ પાસે પાછળથી પૂરઝડપે આવતું લોખંડના સળિયા ભરેલું ટ્રેલર નંબર -GJ27 TG 8884તેની પાછળ ઘૂસી ગયું હતું અથડામણ એટલી પ્રચંડ હતી કે ટ્રેલરનું આખું કેબિન કન્ટેનરના પાછળના ભાગમાં ધુસી ગયું હતું આ દુર્ઘટનામાં ટ્રેલરના કંડક્ટરની ઉધમાંજ ખોપરી ફાટી જતાં તેમનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નીપજ્યું હતું તો અકસ્માત ને લઈ ને પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ ને જાણ કરવામા આવતા તેવો તાત્કાલિક ધટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કેની મદદત થી ફાયર ટીમે પતરા કાપી ડ્રાઈવરને બચાવ્યો હતો અકસ્માતને પગલે ટ્રેલરનો ડ્રાયવર લોખંડના કુંચડા વચ્ચે કેબિનમાં બરાબરનો ફસાઈ ગયો હતો ફાયર ટીમ ના મુકેશભાઇ પરમાર , ગોપાલભાઈ પટેલ , અનીલભાઇ રાઠોડ સહિત ની ટીમ દ્રારા કેનની મદદત થી કેબીન ના પતરા કાપી ભારે જહેમત બાદ ડ્રાઈવરને જીવતો બહાર કાઢ્યો હતો ઘાયલ ડ્રાઈવરને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે બનાવની જાણ થતાં પ્રાંતિજ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતક કંડક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે હાઈવે પર અકસ્માતને કારણે ખોરવાયેલા ટ્રાફિકને પણ પોલીસ અને ક્રેનની મદદથી પૂર્વવત કરવામાં આવ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા
