પ્રાંતિજ ખાતે તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા બે આવેદનપત્ર આપી રજુઆત કરી
– SIR અને મનરેગા ના કાયદાને લઈ ને વાંધો રજુ કરવામા આવ્યો
– ચુંટણી અધિકારી ની કચેરી ખાતે બે આવેદનપત્ર આપી રજુઆત કરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા SIR અને મનરેગા ના કાયદાને લઈ ને વાંધો રજુ કરવામા આવ્યો હતો અને ચુંટણી અધિકારી પ્રાંન્ત કચેરી ખાતે આવેદન પત્ર આપી ને રજુઆત કરી હતી

પ્રાંતિજ ખાતે તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા SIR અને મનરેગા ના કાયદા ને લઈ ને આજે વાંધો રજુ કરવામા આવ્યો હતો અને પ્રાંન્ત અધિકારી અને ચુંટણી અધિકારી ની કચેરી ખાતે જઇ ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી જેમા પ્રાંતિજ ૩૩ વિધાનસભા માં ડ્રાફ્ટ મતદાર માંથી ફોર્મ નં-૭ ભરી આધાર પૂરાવા વગર ખોટી માહિતી આપીને નામકમી કરનારા સામે એફઆઇઆર નોંધવા તથા આવા બોગસ ફોર્મ નં-૭ ની નિષ્પક્ષ તપાસ કરાવવા અને આવેલ ફોર્મ નંબર-૭ ની નકલો આપવા આવે તથા મનરેગા યોજનાનું નામ જીરામજી નામ કરવામા આવેલ જેનો વાંધો દર્શાવી વિરોધ કર્યો હતો અને મનરેગા મૂળનામજ વપરાય અને મનરેગા ના મૂળ સ્વરૂપ માં કોઇ ફેરફાર કરવામા ન આવે અને ભવિષ્ય મા મનરેગા ના નિયમો મુજબ જ આ સ્કીમ ચલાવવામા આવે તેવી માંગ સાથે પ્રાંતિજ શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી
તો આ પ્રસંગે પ્રાંતિજ કોંગ્રેસ તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર , કોંગ્રેસ શહેર પ્રમુખ સંજય ભાઇ પટેલ , શહિદભાઈ ભાણાવાલા , રતુભા , અનિલભાઈ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો સહિત ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપી રજુઆત કરવામા આવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
