fbpx

પ્રાંતિજના નવા બાકરપુર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

Spread the love

પ્રાંતિજના નવા બાકરપુર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
– નવા તથા જુના બાકરપુર પ્રાથમિક શાળા નો સંયુક્ત કાર્યક્રમ યોજાયો
–  બાળકોને સ્કૂલ બેગ સહિત કીટ નુ વિતરણ કરવામા આવ્યુ
– શાળા સંકુલ મા વુક્ષારોપણ કરવામા આવ્યુ
– નવા-જુના બાકરપુર શાળાના SMC  ના સભ્યો ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
– કાર્યક્રમમાં પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવા બાકરપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં નવા બાકરપુર અને જુના બાકરપુર પ્રાથમિક શાળાનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, એસએમસી સભ્યો તથા ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


કાર્યક્રમમાં પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, આઇસીડીએસ અધિકારી ચૈતાલીબેન ચૌધરી, પ્રાંતિજ નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન મનીષાબેન સોની, બાંધકામ સમિતિના ચેરમેન પિયુષભાઈ પટેલ, વોર્ડ નં 2ના સભ્ય તારાબેન રાઠોડ, જુના બાકરપુરના મહિલા સરપંચ જયાબેન પટેલ, બીઆરપી ઉમેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતામહેમાનોના હસ્તે શાળામાં નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કીટ પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતોકાર્યક્રમ દરમિયાન શાળા સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો

આ પ્રસંગે એસએમસી અધ્યક્ષ જયંતિભાઈ, ભીખુસિંહ, ભાવસારભાઈ, રસિકભાઈ પરમાર, સંજયભાઈ રાઠોડ, નવા બાકરપુરના પૂર્વ આચાર્ય તપેન્દ્રભાઈ રાવલ, નવા બાકરપુરના આચાર્ય દિનાબેન, જુના બાકરપુરના આચાર્ય શર્મિષ્ઠાબેન તેમજ બંને શાળાના એસએમસી સભ્યો, વાલીઓ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા વયોવૃદ્ધ દાતા પશાભાઈ કેશાભાઈ પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતીસમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાની શિક્ષિકા હિનાબેન તથા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ઉપસ્થિતોએ શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!