fbpx

પીપળીયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી ઉત્સાહભેર સંપન્ન

Spread the love

પીપળીયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી ઉત્સાહભેર સંપન્ન


સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર તાલુકાની પીપળીયા પ્રાથમિક શાળામાં આજ રોજ પ્રવેશોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા તથા ધોરણ-૧ માં નવા પ્રવેશ મેળવનાર બાળકોનું કંકુ તિલક કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું


કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોના હસ્તે નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો આ પ્રસંગે વાલીગણ, એસ.એમ.સી. (SMC)ના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રગતિ માટે પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી ધોરણ ૩ થી ૮ સુધીના વર્ગોમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન અધિકારી ડૉ. મનોજભાઈ વાલમિયા સહિત અન્ય અધિકારીઓએ શાળાની મુલાકાત લીધી હતી અને શાળાના શૈક્ષણિક તેમજ ભૌતિક વિકાસ અંગે માહિતી મેળવી હતી અંતમાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુંસમગ્ર કાર્યક્રમ સૌના સહકાર અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!