પ્રાંતિજ હનુમાન મંદિરથી ભાખરીયા તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈનનું ખાતમુહૂર્ત કરાયું
- વર્ષોથી વરસાદી પાણીના નિકાલની સમસ્યાના ઉકેલ માટે નગરપાલિકાએ હાથ ધરી કામગીરી
- અંદાજે રૂ.૧૭ લાખના ખર્ચે નવીન સ્ટ્રોમ વોટર લાઈન બનાવાશે
- કામગીરી શરૂ થતાં હનુમાન ભક્તો સહિત આસપાસના દુકાનદારોમાં ખુશીનો માહોલ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના હનુમાન મંદિર વિસ્તારની વર્ષો જૂની વરસાદી પાણીના નિકાલની સમસ્યાના નિરાકરણ માટે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે હનુમાનજી મંદિરથી ભાખરીયા તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે નવીન સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું હતું
લાંબા સમયથી આ વિસ્તારના લોકોને વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાની જરૂરિયાત અનુભવાતી હતી ત્યારે આ કામની શરૂઆત થતાં સ્થાનિક રહીશો, હનુમાનજીના દર્શને આવતા ભક્તો તેમજ આસપાસના દુકાનદારોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ.૧૭ લાખના ખર્ચે આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે હનુમાનજી મંદિરથી ભાખરીયા તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન બનાવવામાં આવશે આ લાઈનના નિર્માણથી વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ઊભી થશે અને ચોમાસાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ શહેરના હનુમાન મંદિર વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે આ ઉપરાંત મંદિરની આસપાસ અનેક દુકાનો અને વેપારી એકમો આવેલા હોવાથી આ વિસ્તાર સતત લોકોની અવરજવરથી ધમધમતો રહે છે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ચોમાસા દરમિયાન સ્થાનિક વેપારીઓ, રાહદારીઓ તેમજ દર્શનાર્થે આવતા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો વરસાદી પાણી ભરાવાથી અવરજવર કરવામાં પણ તકલીફ પડતી હતી આવી પરિસ્થિતિમાં વર્ષોથી જરૂરી ગણાતી આ કામગીરીનો પ્રારંભ થતાં સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી પૂર્ણ થયા બાદ હનુમાન મંદિર વિસ્તારથી ભાખરીયા તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થિત માર્ગ ઉપલબ્ધ બનશે ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે તે હેતુથી આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે શહેરના જાહેર વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વિકસે અને નાગરિકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ આવે તે દિશામાં આ કામગીરી ઉપયોગી સાબિત થશે તેવી આશા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા, ભાજપ શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા કોર્પોરેટર નિકુંજભાઈ રામી, પિયુષભાઈ પટેલ, દર્શિલભાઈ દેસાઈ તથા સંજયસિંહ રાઠોડ, સંજયભાઈ પટેલ, સંજયભાઈ ચૌધરી સહિત નગરપાલિકાનો સ્ટાફ, સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આમ, પ્રાંતિજ નગરપાલિકા દ્વારા અંદાજે રૂ.૧૭ લાખના ખર્ચે શરૂ કરવામાં આવેલી આ કામગીરીથી હનુમાન મંદિર વિસ્તારની વર્ષો જૂની વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ આવવાની આશા સાથે સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે





