fbpx

ભરવાડ સમાજનું નવું બંધારણ: લગ્નમાં બગી, ફટાકડા, નોટો ઉડાડવા પર પ્રતિબંધ, …તો દોઢ લાખનો દંડ

Spread the love

ભરવાડ સમાજનું નવું બંધારણ: લગ્નમાં બગી, ફટાકડા, નોટો ઉડાડવા પર પ્રતિબંધ, ...તો દોઢ લાખનો દંડ

આજના સમયે દેખાદેખીમાં લોકો પાણીની જેમ પૈસા વહાવે છે, અને પ્રસંગોમાં આ ખર્ચ વધી જાય છે. એવામાં ભવિષ્યના પડકારોનો અંદાજો લગાવીને ગુજરાતના વિવિધ સમાજોના આગેવાનો ઘણા ચિંતિત દેખાઈ રહ્યા છે. લોકો આડાપાટે ન ચડે એ માટે અલગ-અલગ જિલ્લાઓમાં વસતા પાટીદાર, ઠાકોર, રબારી અને બ્રહ્મ સમાજે બંધારણ બનાવ્યા છે, નિયમો ઘડ્યા છે. હવે ભરવાડ સમાજે પણ પોતાના બંધારણમાં ફેરફાર કર્યો છે.

દીકરીના લગ્ન પ્રસંગના નિયમો:

સગાઈ કે લગ્નમાં વેવાઈને ત્યાં જતી વખતે કે વેવાઈ પક્ષ જ્યારે આવે ત્યારે મહિલા-પુરુષો સહિત વધુમાં વઅધુ 21 લોકોની હાજરી રાખવી.

લગ્નમાં ઘોડી લાવી શકશે, પરંતુ વરઘોડામાં પૈસા ઉડાવવા નહીં.

કોઈ મહેમાન પૈસા ઉડાવશે તો ઘરધણી પાસેથી નક્કી કરેલો દંડ લેવાશે.

સ્ટેજ પ્રોગ્રામ કે ગરબા કલાકારો ન લાવવા, ફટાકડા ન ફોડવા.

અન્ય ગામમાંથી જાન આવે ત્યારે પણ બંધારણનું પાલન કરવાનું રહેશે.

રામઢોલ, દેવતી બજણીયા કે સાદું DJ લાવી શકાશે. લગ્નમાં હાથી, બગી કે ગાડું ન લાવવું. પ્રી વેડિંગ ફોટોશૂટ ન કરાવવું.

ગોળ ખાવાની વિધિમાં વધુમાં વધુ 21 લોકોને જ આમંત્રિત કરવા.

ગોળ ખાવાની વિધિમાં નક્કી કરેલા દાગીના જ આપવા. અથવા લેવા (ચૂની, ચાંદીના સડા, સાડી, નારિયેળ, સાકરનો પડો અને સાદો સિક્કો).

દીકરીએ લગ્ન પ્રસંગે બ્યૂટીપાર્લરને બદલે ઘરે જ તૈયાર થવાનો આગ્રહ રાખવો. મહેંદી રસમ, હલ્દી રસમ કે ભવ્ય વેલકમ જેવા આડંબર ન કરવા. વિ

દાઇ વખતે કંકુના થાપા ન મારવા. માત્ર શાસ્ત્રોક્ત વિધિ જ કરવી.

પોતાના ગામમાં દીકરીઓના સમૂહલગ્ન થાય તેવો આગ્રહ રાખવો.

અન્ય ગામથી આવતી જાનમાં કલાકાર, હાથી, બગી, ગાડું કે ફટાકડા લાવવા ન દેવા.

Marriage1

મામેરાના નિયમો:

મામેરું ઓરવા સગા ભાઇઓના પરિવાર સિવાય અન્યને સાથે લઈ ન જવા.

મામેરાની પહેરામણી માત્ર સગા ભાઈઓ અને માતા-પિતા પૂરતી જ મર્યાદિત રાખવી.

મામેરામાં મહત્તમ અઢી તોલું સોનું, છાબના 11,000 રૂપિયા અને ભાણી-ભાણેજના કપડાં પેટે 11,000 રૂપિયા આપવા.

મામેરા દીઠ પિત્તળ કે તાંબાનું બેડું, તાસ, ગોળી અને બરણી જેવી વસ્તુઓ જ આપવી કે લેવી.

ઢોલ કે સાદું DJ રાખી શકાશે, પરંતુ કલાકાર ન બોલાવવા.

મામેરું બેઠું મૂકવાનું રહેશે (જમણાવાર કે રોકાણ નહીં).

મોસાળમાં સોનાની 1 વીંટી, ભાણી-ભાણેજના કપડાં તેમજ જમાઈ અને દીકરીના કપડાં લઈ જવા.

જો ભણીના લગ્ન હોય તો બેડું લઈ જવું.

ઝિયાણું (શ્રીમંત) અને અન્ય નિયમો

દીકરીના ઘરે ઝિયાણું આપવા ન જવું, દીકરીને પિયર બોલાવીને ઝિયાણું આપવું. પુ

ત્રવધૂનું ઝિયાણું પણ સાદગીપૂર્વક કરવું.

હોળી નિમિત્તે ‘હોયડો લેવો કે આપવો નહીં (માત્ર ભાણી-ભાણેજને આપી શકાશે)

ગૌરીવ્રત જેવા કોઈ પણ વ્રતમાં જમવાનું આપવા ન જવું કે લેવું નહીં.

બાબરીમાં ભાણેજના કપડાં લેવા. સોના-ચાંદીના દાગીના લેવા નહીં.

શ્રીમંતમાં પિયર પક્ષના 5-11 લોકોએ જ જવું.

પહેરામણી માત્ર દીકરી પૂરતી જ રાખવી, અન્ય સંબંધીઓ સાથે વ્યવહાર ન કરવો.

કુટુંબનો જમણવાર રાખવો, અન્ય સગઓને આમંત્રણ ન આપવું.

મરણ પ્રસંગના નિયમો:

બપોરો અને પાણી ઢોર 2 દિવસ રાખવા. વચ્ચેના દિવસે કોઈએ ન આવાવું.

શક્ય હોય તો બંને વિધિઓ એક જ દિવસે પતાવવાનો પ્રયાસ કરવો.

મરણ પ્રસંગે કપડાની લેતી-દેતી ન કરવી. શોક પેટે માત્ર 20 રૂપિયા આપી સહકાશે.

પિયર પક્ષના કપડાં ઘર પૂરતા જ લેવા. લાકડે (અગ્નિસંસ્કાર સમયે) માત્ર દીકરીને જ બોલાવવી.

શોકના કપડાં કે વાસણો લાવવા કે આપવા નહીં.

મરણ પ્રસંગે બંને દિવસ જમણવાર રાખી શકશે. મીઠાઇ રાખવાની છૂટ.

ગોયણીના નામે 21,000 રૂપિયાથી વધુ રકમ ન આપવી.

અન્ય નિયમો:

દીકરા કે દીકરીની છઠ્ઠી વિધિ માત્ર કુટુંબ પૂરતી જ રાખવી.

જન્મદિવસની ઉજવણી ઘરના સભ્યો પૂરતી જ રાખવી, પાર્ટી કે મોટા કાર્યક્રમ ન કરવા.

યાત્રાથી પરત આવેલા સભ્યોનું સ્વાગત ઘર પૂરતું જ રાખવું.

સૂર્યનારાયણ કે ધર્મરાજની વર્તાનું ઉજવણી કુટુંબની સ્ત્રીઓ મળીને કરી શકે છે, પરંતુ તેમાં બહારગામના સગા-સંબંધીઓને ન બોલાવવા.

Namaz3

આ અંગે મહંત પ્રતાપપુરી બાપુએ જણાવ્યું હતું કે, ‘અમારી મુખ્ય ગુરુગાદી થરા છે, જેની બે શાખામાં દ્વારકા અને ચરેલનો સમાવેશ થાય છે. ગોપાલક ભરવાડ સમાજમાંથી કુરિવાજો નાબૂદ થાય અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે એ હેતુથી નવા સામાજિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સમાજમાં દીકરીના પૈસા લેવા અને પ્રસંગોમાં થતી આંધળી દેખાદેખી વધી ગઈ છે. એને દૂર કરવી જરૂરી છે. સમાજ એકજૂથ બને અને દીકરા-દીકરીઓ ભણીગણીને આગળ વધે એ માટે ખાસ બેઠક યોજીને વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે.’

સાણંદ તાલુકામાં ભરવાડ સમાજની અંદાજે 20-25 હજારની વસ્તી છે. સમાજમાં સુધારા લાવવા માટે આશરે 40થી વધુ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે. દરેક ગામમાં જઈને લોકોને સમજાવવામાં હતા. ત્યારે ઘણો સારો સહકાર મળ્યો. હવે આ અભિયાનને ગુજરાત કક્ષાએ લઈ જઈ શિક્ષણ, વ્યસનમુક્તિ અને આરોગ્યક્ષેત્રે જાગૃતિ ફેલાવવાનું આયોજન છે.’ ભરવાડ સમાજ માટે નવું બંધારણ બનાવવામાં અનેક લોકોની મહત્ત્વની ભૂમિકા રહી છે.

error: Content is protected !!