fbpx

રસ્તા વચ્ચે નમાઝ વાંચતી દેખાઈ મહિલા, પોલીસે પકડતા અલગ જ એંગલ આવ્યું સામે

Spread the love

રસ્તા વચ્ચે નમાઝ વાંચતી દેખાઈ મહિલા, પોલીસે પકડતા અલગ જ એંગલ આવ્યું સામે

સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા કેટલીક વખત કોઈક એવો વીડિયો જોવા મળે છે જે અજીબ તો હોય જ છે, પરંતુ આપણે તેના પર થોડી પ્રતિક્રિયા આપતા આગળ વધી જઈએ છીએ. પરંતુ, જ્યારે આપણને એ વીડિયો વિશે વધુ જાણકારી મળે છે, ત્યારે આપણો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. હાલમાં કેરળના પલક્કડમાં પણ આવી જ એક ઘટના બની રહી છે. અહી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને તમે જ્યારે વીડિયો જોશો તો અલગ દૃષ્ટિકોણ રહેશે, પરંતુ જ્યારે મામલો જાણશો તો વિચારવાનું એંગલ જ બદલાઈ જશે. ચાલો પહેલા વીડિયો અંગે જાણીએ.

Namaz1

આપણે જે વીડિયોની વાત કરી રહ્યા છીએ, તેમાં એક મહિલા નમાઝ વાંચતી જોવા મળી રહી છે, પરંતુ તે ઘરની અંદર નહીં, રસ્તા વચ્ચે નમાઝ વાંચતી જોવા મળે છે.’ વીડિયોમાં જોવા મળે છે કે, સફેદ બુરખો પહેરેલી એક મહિલા રસ્તા પર નમાઝ વાંચી રહી છે. તો અલગ-અલગ વાહનો પણ પસાર થઈ રહ્યા છે,અને મહિલા કોઈપણ અકસ્માત થવાનો કોઈ ભય નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આખો મામલો શું છે

આ ઘટના 28 જાન્યુઆરીની છે, જ્યાં પલક્કડના IMA જંકશન પર એક વ્યસ્ત રસ્તાની વચ્ચે એક મહિલાએ નમાઝ વાંચી હતી. આ જોઈને, આસપાસ રહેનારા લોકો અને ડ્રાઇવરોએ તેને રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન હટી. સાઉથ સિટી પોલીસ ત્યાં પહોંચી અને તેની અટકાયત કરી. ત્યારબાદ, મહિલાએ એંગલ જ બદલી દીધું. મહિલાએ જણાવ્યું કે, તેના આ કામ પાછળનો હેતુ પારિવારિક સંપત્તિના વિવાદ પર ધ્યાન દોરવાનો હતો.

Namaz3

મહિલાનું કહેવું છે કે, તેના સંપત્તિ વિવાદની સુનાવણી થઈ રહી નથી, એટલે તેણે ધ્યાન ખેંચવા અને ન્યાય મેળવવા માટે રસ્તાની વચ્ચે નમાઝ વાંચી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ‘તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’

error: Content is protected !!