fbpx

પ્રાંતિજના મોયદમાં એક મહિલાને અપમાનિત કરી કાઢી મૂકતા બે વિરૂધ્ધ ફરીયાદ

Spread the love

પ્રાંતિજના મોયદમાં એક મહિલાને અપમાનિત કરી કાઢી મૂકતા બે વિરૂધ્ધ ફરીયાદ
– ફેટ પકડી જપાજપી કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
                 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામે ર૦ દિવસ અગાઉ ઓરાણની મહિલાના પિતાની માસિક તિથી હોવાથી આ મહીલા આવ્યા હતા જ્યાં મોયદના નાથાજીવાસમાં રહેતા એક દંપતીએ ઓરાણની મહિલાના વાળ પકડી ઘરની બહાર કાઢી મૂકી અપમાનિત કરી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી

  પ્રાંતિજ પોલીસ સ્ટેશન થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના ઓરાણ ગામે રહેતા ચંદ્રિકાબેન શિવપ્રસાદ વણકરે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ બંને જણા ગત તા. ૧૭ જાન્યુઆરીના રોજ સાંજના સુમારે મોયદ ગામે તેમના પિતાજીની માસિક પૂણ્ય તિથી હોવાથી આવ્યા હતા જ્યાં મોયદ ગામના જીતેન્દ્ર કાંતિભાઈ વણકર અને રમીલાબેન વણકરે ગમે તે કારણસર ચંદ્રિકાબેનને વાળ પકડી ઘરની બહાર કાઢી મૂકયા હતા તેમજ શિવપ્રસાદ વણકરને ગાળો બોલી ઝપાઝપી કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ચંદ્રિકાબેને મોયદ જીતેન્દ્રભાઈ વણકર અને રમીલાબેન વણકર વિરૂધ્ધ મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!