પ્રાંતિજ ના સાંપડની સીમમાં ખેતરની માપણી કરવાની નથી તેમ કહી ઝઘડો કરતાં ચાર વિરૂધ્ધ ફરીયાદ
– ડીએલઆરનો સ્ટાફ માપણી કરવા આવ્યો હતો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સાંપડ ગામની સીમમાં અઠવાડીયા અગાઉ ડીએલઆરનો સ્ટાફ એક સર્વે નંબરની જમીનની માપણી કરવા આવ્યો હતો ત્યારે ગામના ચાર જણાએ એકસંપ થઈ આવી કહ્યું હતુ કે આ ખેતર અમારુ છે કોઈ માપણી કરવાની નથી તેમ કહી હુમલો કરવાનો પ્રયાસ કરી આ ચાર જણાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી
પ્રાંતિજ પોલીસ સ્ટેશન થી મળતી માહિતી મુજબ સાંપડ ગામના સુરેશ વિનોદભાઈ પટેલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૩૧ જાન્યુઆરીના રોજ તેઓ તથા મહેશભાઈ અને કમલેશભાઈ ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૪૩ર ની જમીનની માપણી કરવા માટે ડીએલઆરના સ્ટાફ સાથે સાંપડ-ગેડ પર આવેલ ખેતરમાં પહોચ્યા હતા. જ્યાં ગમાજી કુંવરજી પરમારએ ગમે તે કારણસર ઉશ્કેરાઈ જઈ સુરેશભાઈ પટેલને મારવા માટે લાકડાનો દંડો ઉગામ્યો હતો.તેમ છતાં સુરેશભાઈને માથામાં ઈજા પહોંચી હતી એટલુ જ નહી પણ માપણી કરવાના વિરોધમાં આવેલા વર્ષાબેન ગમાજી પરમાર, બાલાજી ધનાજી પરમાર અને ચતુરજી જેઠાજી પરમારે સુરેશભાઈને ગાળો બોલી ગડદાપાટુનો માર મારી આ ચારેય જણાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી જાહેરનામાનો ભંગ કરવા બદલ સુરેશ પટેલે સાંપડના ચારેય વિરૂધ્ધ મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધવતા પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
જીલ રાવલ સાબરકાંઠા
