પ્રાંતિજના યુવાનને રીલ્સ બનાવી આઈડી પર મુકવાની લાલચ આપી છેતરપીંડી કરતાં ફરીયાદ
– ૩૩,૨૨૫ મેળવી લઈ આઇડી તથા પાસવર્ડ નહી આપી વિશ્વાસઘાત કર્યો
– પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજમાં રહેતા એક યુવકને બે મહિના અગાઉ સેલ આઈ.ડી બનાવી તેના પર આ યુવાનના ઈન્સ્ટાગ્રામ અલગ-અલગ રીલ્સ બનાવી પોસ્ટ કરવાની લાલચ આપીને આ શખ્સે રૂા. ૩૩,રરપ મેળવી લઈ પ્રાંતિજના યુવાનને આઈ.ડી તથા પાસવર્ડ નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતાં સેલ આઈડીના અજાણી લીંકના ધારક વિરૂધ્ધ મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ બજાર વિસ્તાર દેસાઈપોળની સામે આવેલ તાવડીયાની ખડકીમાં રહેતા સારથી ભરતકુમાર સોલંકીની ફરીયાદ મુજબ તેઓ ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ રીલ્સ બનાવી પોસ્ટ કરતા હતા જેથી સેલ આઈડી લખેલ એક અજાણી લીંકના ધારકે જાહેરાત કરી ઈન્સ્ટાગ્રામની આઈડી તથા પાસવર્ડ આપવાની લાલચ આપી હતી અનેત્યારબાદ અજાણી લીંકના ધારકે સારથી સોલંકીને અલગ-અલગ લીંક મોકલી આપી હતી અને તેના બદલામાં અંદાજે રૂા. ૩૩,રરપ ખાતામાં નંખાવી દીધા બાદ સારથી સોલંકીને અજાણી લીંકના ધારકે આઈડી તથા પાસવર્ડ મોકલી આપ્યા ન હતા જેથી સારથી સોલંકીએ તપાસ કર્યા બાદ મંગળવારે અજાણીલીંકના ધારક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસ દ્રારા ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ એન.આર.ઉમટ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા
