fbpx

પ્રાંતિજ ના સલાલ પાસે ટ્રેલર ની ટક્કર થી એક નુ મોત એક ને ઇજાઓ પહોચી

Spread the love

પ્રાંતિજ ના સલાલ પાસે ટ્રેલર ની ટક્કર થી એક નુ મોત એક ને ઇજાઓ પહોચી
– એક્ટિવા ઉપર જઇ રહેલ યુવાનોને અકસ્માત નડયો
– અકસ્માત સર્જી એક નુ મોત નિપજાવી ટ્રેલર ચાલક ધટના સ્થળે થી ભાગી ગયો
– ઇજાગ્રસ્ત ને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવા મા આવ્યો
– કલર કામ કરીને એક્ટિવા ધરે જઇ રહેલ યુવાનો ને અકસ્માત નડ્યો
– પ્રાંતિજ પોલીસ ને જાણ થતા તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો
       


સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે-૪૮ પ્રાંતિજ ના સલાલ પાસે ટ્રેલર ની ટક્કર થી એક્ટિવા ઉપર જઇ રહેલ બે યુવાનો પૈકી એકનુ ધટના સ્થળેજ કર્મકમાટી ભર્યુ મોત એક ને ઇજાઓ પોહચતા સારવાર અર્થે ખસેડવામા આવ્યો

   પ્રાંતિજ ના સલાલ પાસે નેશનલ હાઇવે-૪૮ ઉપર એક ટ્રેલર ચાલક પોતાનુ ટ્રેલર ફુલફાસ્ટ બેદરકારી રીતે હંકારી લાવી એક્ટિવા ને ટક્કર મારતા કલર નુ કામ કરી એક્ટિવા ઉપર હિંમતનગર થી ધરે જઇ રહેલ બે યુવાનો ને જીવલેણ ઇજાઓ પોહચી હતી તો એક નુ ધટના સ્થળેજ કર્મકમાટી ભયુ મોત નિપજ્યુ હતુ તો અન્ય એક યુવાન ને ઇજાઓ પહોચતા તેને ૧૦૮ મારફતે હિંમતનગર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવા મા આવ્યો હતો

તો અકસ્માત સર્જી એક નુ મોત નિપજાવી ટ્રેલર ચાલક અકસ્માત સ્થળે થી ભાગી ગયો હતો તો અકસ્માત અંગેની જાણ પ્રાંતિજ પોલીસ ને થતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો અને મૃતક ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપ્યો હતો અને ટ્રેલર ચાલક સહિત આગળની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!