fbpx

પ્રાંતિજ ખાતે અજાણ્યા વાહન ની ટક્કર થી અજાણ્યા ઈસમ નુ મોત

Spread the love

પ્રાંતિજ ખાતે અજાણ્યા વાહન ની ટક્કર થી અજાણ્યા ઈસમ નુ મોત
– પ્રાંતિજ પોલીસે મૃતક ને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી


સાબરકાંઠા જિલ્લાના  પ્રાંતિજ નેશનલ હાઈવે પર અકસ્માત મા અજાણ્યા વાહનની ટક્કરથી રોડ કોસ કરી રહેલ અજાણ્યા ઈસમ નું ઘટનાસ્થળે જ કર્મકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ


 પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે નબર 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા હિંમતનગર અમદાવાદ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે એક અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું હિંમતનગર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક વ્યક્તિને ટક્કર મારી હતી અને અકસ્માત રાર્જીને વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો

તો અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પ્રાંતિજ પોલીસને જાણ થતાં પોલીસ પણ  તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પોલીસે મૃતદેહનો કબજો લઈ પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો તો પ્રાંતિજ પોલીસે અજાણ્યા વાહનચાલકને શોધવા માટે પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમા લાગેલ સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત, મૃતકની ઓળખ કરવા અને તેમના પરિવારજનોને શોધવા માટે પણ પોલીસે તપાસ શરૂ કરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!