fbpx

પ્રાંતિજ ના સલાલ માંથી ઝેરી દુધ બનાવતી ફેક્ટરી થી ઝડપાયેલ આરોપીઓ ને કોટ મા રજુકર્યા

Spread the love

પ્રાંતિજ ના સલાલ માંથી ઝેરી દુધ બનાવતી ફેક્ટરી થી ઝડપાયેલ આરોપીઓ ને કોટ મા રજુકર્યા
– હજુએ ફેક્ટરી માલિક મુખ્ય ભેજાબાજ ધર્મો ઉર્ફે રાકેશ પોલીસ પકડથી દુર
– પોલીસે આરોપીઓ ને કોટ મા રજુકરી પાં દિવસ ના રીમાન્ડ માગ્યા
– કોટ દ્રારા આરોપીઓ ના તારીખ ૯ પાંચ વાગ્યા સુધીના રીમાન્ડ મંજુર કર્યા
– જિલ્લા એલસીબીએ નકલી દુધ બનાવતી ફેકટરી નો પર્દાફાશ કર્યો
– ફેક્ટરી નો તમામે-તમામ મશીનરી સીલ કરી કુલ-૭૧,૨૮,૯૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો
– ફેક્ટરી મા રોજનુ ૧૭૦૦ થી ૧૮૦૦ લિટર રોજ નુ દુધ બનતુ હતુ અને વેચાણ થતુ હતુ
– બહાર થી માત્ર ૩૦૦ લીટર સાચુ દુધ ખરીદી કરવામા આવતુ હતુ
– પાંચ વર્ષમા ૩૨,૪૦,૦૦૦ દુધ વેચાણ કર્યુ હોવાનુ સામે આવ્યુ
– દુધ નુ વેચાણ ગામડાંઓ મા અલગ-અલગ જગ્યાએ વેચાણ થતુ હતુ
– સલાલ ખાતે ૨૦૨૧ થી શ્રી સત્યાડેરી પ્રોડક્ટસ નામની ફેકટરી છેલ્લા પાંચ વર્ષ થી કાર્યરત હતી
– છેલ્લા પાંચ વર્ષ થી આકર્ષક પેકિંગ તાજા અને ગોલ્ડ મિલ્ક ના નામે દુધ ના પાઉચ તૈયાર કરી ને દુધ નુ વેચાણ થતુ હતુ


દૂધના કાળા કારોબારનો વધુ એક મામલો સામે આવ્યો હતો જેમા સરસ આકર્ષક પેકિંગ તાજા અને ગોલ્ડ મિલ્કના નામે તૈયાર કરીને અલગ અલગ પાર્લર પર વેચાણ કરવામાં આવતા હતા યુરિયા ખાતર અને ડિટર્જન્ટ પાવડરથી સફેદ પ્રવાહીને તૈયાર કરીને દૂધના નામે વેચાણ કરવામાં આવતું હતું.સાબરકાંઠા પોલીસના ધ્યાને આવતા પ્રાંતિજના સલાલ ગામે જિલ્લા એલસીબીએ એફ.એસ.એલ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારીઓ ને સાથે રાખીને નકલી દૂધ ની ફેક્ટરી મા દરોડો પાડીને આખાય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે


સાબરકાંઠા-અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાંરહેતા લોકો રોજબરોજ દૂધનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કેટલાક ભેજાબાજો અઢળક કમાણી કરવાની લાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે ત્યારે સાબરકાંઠા ક્રાઈમ ટીમે બાતમીને આધારે  પ્રાંતિજ તાલુકાના સલાલ રેલ્વે ક્રોસિંગ પાસેની એક ખાનગી ફેકટરીમાં હાનિકારક અને જન આરોગ્યને નુકસાન થાય તેવું નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ કરી ચાર પુખ્ત ઉંમરના અને એક બાળકિશોરને મશીનરી સહિત કેમિકલયુક્ત પદાર્થો મળી રૂા. ૭૧.ર૯ લાખના મુદ્દામાલ સાથે તેમને ઝડપી લેવામાં આવ્યા છે.


સાબરકાંઠા પોલીસને બાતમી મળી હતી કે પ્રાંતિજ તાલુકાના સલાલના રેલ્વે ક્રોસિંગ પાસે સત્યાડેરી પ્રોડક્ટસ નામની ફેકટરીમાં ભેળસેળયુકત તથા કેમિકલવાળુ દૂધ અને છાશ બનાવીને તેનું વેચાણ થઈ રહ્યું છે. જે આધારે પોલીસે ગુરૂવારે બાતમીને આધારે તપાસ હાથ ધરી હતી. જ્યાં આરોગ્યને હાનિકારક તથા શરીરને નુકસાન થાય તેવા પદાર્થો પૈકી દૂધનો પાવડર, કોસ્ટિક સોડા, પામોલિન-સોયાબીન તેલ, કપડા ધોવાનો ડિટરજન્ટ પાવડર અને ખેતી કરવામાં વપરાતા યુરીયાનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ આ બનાવટી દૂધનું પેકિંગ કરી વેચાણ કરવા માટે વિવિધ ઠેકાણે વાહનોમાં ભરી મોકલવામાં આવતું હતુ. દરમ્યાન એલસીબીએ એફ.એસ.એલ તથા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખી આ ખાનગી ફેકટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં તપાસ દરમ્યાન અધિકારીઓને અંદાજે રૂા. ૭૧.ર૯ લાખનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ખાનગી ડેરીમાં કામ કરતાં ચાર કર્મચારી અને જીતેન્દ્ર પટેલ નામના પ્લાન્ટ ઓપરેટરને ઝડપી લેવામાં આવ્યો હતો

-નકલી દૂધ બનાવવામાં શું વપરાતું હતુ

સલાલ રેલ્વે ક્રોસિંગ પાસે ધમધમતી ફેકટરીમાં નકલી દૂધ બનાવવા માટે સોયાબીન તેલ, પામોલીન તેલ, દૂધની ઘનતા વધારવા માટે વપરાતો એસ.એમ.પી પાવડર, પ્રોટીન લેવલ કૃત્રિમ વધારવા માટે વ્હે પ્રોટિન, યુરીયા ખાતર, કોસ્ટિક સોડા અને ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરાતો હતો

– એલસીબી પોલીસ દ્રારા ઝડપાયેલ આરોપીઓને ૬|૨|૨૦૨૬ ને શુક્રવાર ના રોજ કોટ મા રજુ કરવામા આવ્યા હતા અને કોટ સમક્ષ પાંચ દિવસ ના રીમાન્ડ માગ્યા હતી જેમા કોટ દ્રારા તારીખ- ૯ ફેબુઆરી સાંજના પાંચ વાગ્યા સુધી ના રીમાન્ડ મંજુર કર્યા


– જીતેન્દ્ર વિઠ્ઠલભાઈ પટેલ(રહે. પીલવાઈ, તા. વિજાપુર,હાલ રહે. ગણેશ હાઈટ્સ, હંસપુર, અમદાવાદ)
– સચિન રમણજી મકવાણા( રહે. સલાલ, ડેરીવાળુ ફળીયું)(કર્મચારી)
– કરણ કાળાજી પરમાર( રહે. સલાલ, ભાઠાવાળોવાસ)(કર્મચારી)
– અજય રામસિંહ પરમાર( રહે. સલાલ, ભાઠાવાળોવાસ)(કર્મચારી)
– કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર(કર્મચારી)

મુખ્ય ભેજાબાજ ધર્મો ઉર્ફે રાકેશ નારાયણભાઈ પટેલ ડેરી માલિક પોલીસ પકડથી દુર


સલાલ રેલ્વે ક્રોસિંગ પાસે સત્યા ડેરી પ્રોડક્ટસ નામની ફેકટરીના માલિક અને સલાલમાં રહેતા તથા હાલ હિંમતનગરના બેરણાં રોડ પર આવેલ ગુલમહોર હાઈટ્સમાં રહેતા  રાકેશ ઉર્ફે ધર્મો નારાયણભાઈ પટેલ કે જે બનાવટી દૂધ બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અઢળક કમાણી કરવાના સ્વપ્નો જોતો હતો તેને ઝડપી લેવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!