fbpx

પ્રાંતિજ ના સાદોલીયા ખાતે પતિ-પત્નિ ઓર વો ના કિસ્સામા દિયર નુ કાસળ કાઢયુ

Spread the love

પ્રાંતિજ ના સાદોલીયા ખાતે પતિ-પત્નિ ઓર વો ના કિસ્સામા દિયર નુ કાસળ કાઢયુ
– લગ્ન કરવા સારૂ છોકરી બતાવવાનુ કહીને ઇકો કાર મા બેસાડી ગળે ટુપો આપી મારી નાંખ્યો
– પત્નિ દ્રારા પ્રેમી સાથે મળીને ૨,૦૦,૦૦૦ દિયર ના મોત નો સોદો કર્યો
– પત્નિ, પ્રેમી  તથા ખુનમા સામેલ બે વ્યકિત સહિત પોલીસે ત્રણ ની અટકાયત કરી


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સાદોલીયા ખાતે પ્રેમ મા પડેલ પત્નિ એ પોતાના પ્રેમી સાથે મળી ને પોતાનાજ દિયર નુ કાસળ કાઢયુ તો પ્રાંતિજ પોલીસે ગણતરીના કલાકોમાંજ ખુનના મુખ્ય સૂત્રધાર પત્ની , પ્રેમી અને અન્ય બે આરોપીને ઝડપી જેલ ભેગા કર્યા

આજકાલ પ્રેમ ના કિસ્સાઓ મા વધારો થયો છે અને કુવારાઓ તો થીંક પણ પરણેલા યુવક-યુવતી ઓને પ્રેમ થતા વાર નથી લાગતી અને બાદમા પતિ-પત્નિ ઓર ઓ ના કિસ્સાઓ મા ખુની ખેલ ખેલાય છે ત્યારે આવોજ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના સાદોલીયા ગામે બન્યો છે જેમા એક પત્ની દ્રારા પ્રેમ મા ખુચતો તેના દિયર નુ પ્રેમી સાથે મળી ૨,૦૦,૦૦૦  મા અન્ય બે વ્યકિતો સાથે સોદો કરી પોતાનાજ દિયર નુ એટલે કે તેના પતિ ના ભાઇ નુ કાસળ કાઢયુ છે

   

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના સાદોલીયા ખાતે રહેતા કોકિલા બેન ગણપતસિંહ મકવાણા કે જેવોને ગામમાજ રહેતા દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા સાથે પ્રેમ સંબંધ હોવાનો મરણ જનાર કોકિલા બેનના દિયર વિષ્ણુસિંહ ને શંક વહેમ હોઇ જે બાબતે મરણ જનાર વિષ્ણુસિંહ તેમના ભાભી કોકિલા બેન સાથે અવાર નવાર ઝધડો કરતો હોઇ જેથી તેના ભાભી કોકિલા બેન દ્રારા વિષ્ણુસિંહ ને મારી નાખવાનુ પુર્વ યોજીત કાવતરૂ રચી ગામમાજ રહેતા પોતાના પ્રેમી દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા સાથે દિયર વિષ્ણુસિંહ ને મારી નાંખવા સારૂ રૂ.૨,૦૦,૦૦૦ રૂપિયા ની સોપારી આપવાની વાત કરતા વિષ્ણુસિંહ એ સાદોલીયા ખાતે રહેતા વિક્રમસિંહ કાળુસિંહ મકવાણા તથા અનોડીયા ખાતે રહેતા રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડ ને વિષ્ણુસિંહ મકવાણા ને મારી નાખવા જણાવતા વિષ્ણુસિંહ કાળુસિંહ મકવાણા તથા રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડ ના ઓએ વિષ્ણુસિંહ ને લગ્ન કરવા સારૂ છોકરી બતાવવાના બહાને રાત્રી ના સમયે ઇકો મા બેસાડી લઈ જઈ ગળે ટુપો આપી મારી નાંખ્યો હતો અને તેની લાશ પ્રાંતિજ ના કાલીપુરા થી લવારી ગામ તરફ જતા રોડ ઉપર જેટકો કંપની ની દિવાલ પાસે કચરાના ઢગલામા નાંખી દીધી હતી અને બીજા દિવસે સવારે જાણે ભાભી કાઇ જાણતી ના હોય અને પાપ છાપડે ચડીને જાણે પુકાર તુ હોય તેમ ડાહી થઈ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પહોચી જઈ ને પોતાનો દિયર ગુમ થયો હોય મળી ના આવતો હોય જેવી ફરિયાદ લઇ ને પહોચતા પ્રાંતિજ પોલીસ દ્રારા પ્રાથમિક પુછપરછ બાદ તેમના દિયર વિષ્ણુસિંહ નો મોબાઇલ નંબર માટે ફોન હાથ મા લેતાજ ભાભી કોકિલા બેનના મોબાઇલ મા રાત્રી દરમ્યાન વારંવાર એકના એક નંબર ઉપર થી ફોન આવવા જવા ફોન થયા હોય તથા ફોન મા છેલ્લો એક મેસેજ મળી આવ્યો હતો કે કામ પતી ગયુ તે મેસેજ ઉપર થી પોલીસ દ્રારા આ છેલ્લા મેસેજ વિશે કડક પૂછપરછ કરતા મહિલા ભાગી પડી હતી અને પોપટ ની જેમ આખીય ધટના કહી દીધી હતી

તો પોલીસ દ્રારા પ્રેમી તથા અન્ય બે હત્યારા નુ લોકેશન મેળવી તાત્કાલિક ઝડપી લીધા હતા ત્યારે પ્રેમી સહિત બે જગ્યાએ પણ પોલીસ પુછપરછ મા ભાગી ગયા હતા અને કબુલાત કરી હતી તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા ખુની પત્નિ કોકિલા બેન ના પતિ ગણપતસિંહ નવલસિંહ મકવાણા રહે.સાદોલીયા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોતાની પત્નિ તથા તેનો પ્રેમી સહિત બે વિરૂધ્ધ ગુનો નોધાવતા પ્રાંતિજ પોલીસે કોકિલા બેન ગણપતસિંહ મકવાણા , દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા , વિક્રમસિંહ કાળુસિંહ મકવાણા , ત્રણેય રહે.સાદોલીયા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા તથા રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડ રહે.અનોડીયા, છેલ્લો વાસ તા.માણસા જિ.ગાંધીનગર વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસે ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ એન.આર.ઉમટ દ્રારા હાથ ધરવામા આવી હતી અને પકડાયેલ આરોપીઓ પાસે થી મૃતક કર્યા છે તેનુ લોકેશન લઈ સ્થળ ઉપર જઈ તપાસ બાદ મૃતક ને પ્રાંતિજ પોલીસ દ્રારા પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપ્યો હતો અને કલાકોમાંજ ચારેય આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!