પ્રાંતિજ ના પોગલુ ગ્રામજનો દ્રારા ધારાસભ્ય નો આભાર માન્યો
- રોડ મજુર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો
- ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી મોં મીઠું કર્યુ
- ૧૩ કરોડ થી વધુ રકમ મંજુર કરી
- પોગલુ થી સોનાસણ તથા પોગલુ એપ્રોચ રોડ મંજુર થતા ગ્રામજનો મા ખુશી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પોગલુ ગ્રામજનો ની રજુઆત ને ધ્યાને લઈ ને ધારાસભ્ય દ્રારા પોગલુ-સોનાસણ રોડ તથા પોગલુ એપ્રોચ રોડ મંજુર થતા ગ્રામજનો દ્રારા ધારાસભ્ય નો આભાર વ્યક્ત કર્યો

પ્રાંતિજ ના પોગલુ-સોનાસણ રોડ કેટલાય સમયથી ખખડધજ હાલતમા હોય પણ કોઇ સામે ના જોતુ હોય પોગલુ ગ્રામજનો દ્રારા આ બાબતે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ને રોડ ને લઈ ને રજુઆત કરતા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા તાત્કાલિક પોગલુ-સોનાસણ રોડ તથા પોગલુ એપ્રોચ રોડ ૧૩ કરોડ થી પણ વધુ રકમ મંજુર કરી ૭ મીટર રોડ નો જોબ મંજુર કરી આપતા પોગલુ સરપંચ , આગેવાનો તથા ગ્રામજનો દ્રારા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના ધરે જઇ ને તેવો ને ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરી તેવોનુ મો મીઠુ કરાવી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર નો આભાર વ્યક્ત કર્યો હતો તો આ પ્રસંગે પોગલુ સરપંચ શામળભાઈ પટેલ , પ્રાંતિજ તાલુકા મહામંત્રી યશવંતભાઈ પટેલ , ડેપ્યુટી સરપંચ , અનુજ પટેલ , સહિત ગામ આગેવાનો , ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા
