fbpx

પ્રાંતિજ ના સોનાસણ ગામે થયેલ ચકચારી ધર ફોડ ચોરીનો ગણતરી ના દિવસોમાંજ ભેદ ઉકેલાયો

Spread the love

પ્રાંતિજ ના સોનાસણ ગામે થયેલ ચકચારી ધર ફોડ ચોરીનો ગણતરી ના દિવસોમાંજ ભેદ ઉકેલાયો
– જિલ્લા એલસીબીએ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો
– પડોશ મા રહેતા ઇસમ દ્રારા ચોરી કરી દાગીના પોતાના ફોઇના દિકરાને ધરે સાચવવા આપ્યા હતા
– કુલ-૧૨,૩૪,૬૫૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયો
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સોનાસણ ગામે થયેલી ધર ફોડ ચોરીનો ભેદ જિલ્લા એલસીબીએ ગણતરી ના દિવસોમાંજ પડોશ મા રહેતા એક આરોપીને ઝડપી પાડી ભેદ ઉકેલાયો અને ચોરી થયેલ તમામ સોનાના દાગીના આરોપી પાસેથી રીકવર કરેલ


   પ્રાંતિજ ના સોનાસણ ખાતે તારીખ ૧૦ ફેબ્રુઆરી ના દિવસે પરિવાર ગાંધીનગર ના ચંદ્રાલા ખાતે યોજાયેલ પટેલ સમાજ ના સમુહ લગ્ન પ્રસંગે ગયો હતો અને તે દરમ્યાન ૧૦ થી ૧૨|૩૦ સમય ગાળા મા અજાવ્યા ઇસમ દ્રારા ધર નો દરવાજો ખોલી તિજોરી મા રહેલ સોનાના દાગીના સહિત એક મોબાઇલ ની ચોરી કરી હતી અને પરિવાર ધરે આવતા પહેરેલ દાગીના તિજોરી મા મુકવા જતા ચોરી થઈ હોવાનુ માલુમ પડતા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા દર્શના બેન સુનીલભાઇ પટેલ દ્રારા  જાણ કરતા પ્રાંતિજ પોલીસ સહિત જિલ્લા પોલીસ વડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ સહિત પોલીસ કાફલો સોનાસણ ખાતે દોડી આવ્યો હતો અને તો ભેદ ઉકેલવા નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્ર સિંહ યાદવ તથા જિલ્લા વાડા સુચના થી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.પરમાર ના માર્ગદર્શન હેઠળ આર.કે.જેષી તથા એસ.જે.ચાવડા એલસીબી નાઓની અલગ-અલગ ટીમ બનાવી બનાવ સ્થળ ની વિઝિટ કરી આજુ બાજુના વિસ્તાર ના સીસીટીવી ફુટેજ , ટેનીકલ સર્વેલન્સ , હ્યુમન સોર્સીસ તથા શકમંદ ઇસમોની પૂછપરછ હાથ ધરવામા આવી હતી જેમા હે.કોન્સ્ટેબલ નિરીલકુમાર તથા પો.કો. પ્રહર્ષ કુમાર નાઓના ટેનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ આધારે શકમંદ ઇસમ અને પડોશ મા રહેતા રાજ ભુપેન્દ્રભાઇ ઇશ્વરભાઇ પટેલ ઉ.વર્ષ-૩૦ રહે. સોનાસણ, ભુરીવાસ તા.પ્રાંતિજ, જિ. સાબરકાંઠા નાઓની હિલચાલ શંકાસ્પદ જણાઇ આવેલ જેથી સદર ઇસમ ને ચોરી બાબતે યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા સદર ઇસમ ભાંગી પડેલ અને સદર ઇસમે રાજ પટેલે પણ કબુલાત કરી હતી કે હુ પણ મારા પરિવાર તમામ સભ્યો સમુહ લગ્ન મા ગયેલા અને હું પણ ગયો હતો અને હુ ત્યાંથી પાછો મારા ધરે આવેલો અને અમારી બાજુમા રહેતા સુનિલભાઈ નાઓના ધરે કોઇ હાજર ન હોય જેથી મે તેમના ધર નુ તાળુ ખોલી ધર ની અંદર પ્રવેશ કરી ધરની અંદર ની તિજોરી ખોલી તેમા મુકેલ સોનાના દાગીના ની ચોરી કરી હુ પાછો ચંદ્રાલા મુકામે સમુહ લગ્ન મા જતો રહેલ અને સાંજે મારી ફોઇના દિકરા પ્રતિક કુમાર દિલીપભાઈ પટેલ ને ત્યા આ ચોરી કરેલ સોનાના દાગીના તેમના ધરે સાચવવા આપેલ હતા આમ આરોપી રાજ ભુપેન્દ્રભાઇ ઇશ્વરભાઇ પટેલ દ્રારા ગુનો કબુલી લેતા એલસીબીએ તેની પાસે થી ચોરી કરેલ સોનાના દાગીના મોબાઈલ સહિત ૧૨,૩૪,૬૫૦ નો મુદ્દામાલ રીકવર કરી તેની વધુ પૂછપરછ હાથ ધરવામા આવી હતી અને તેની વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!