પ્રાંતિજના મોહનપુરના છાપરા નજીક બાઈકે રાહદારીને ટક્કર મારતાં મોત નિપજ્યું
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોહનપુરના છાપરા(તાજપુર) ગામના એક મકાન સામેથી જતાં હાઈવે પર બે દિવસ અગાઉ જઈ રહેલ બાઈકના ચાલકે પોતાના કબજાનું વાહન બેદરકારીપૂર્વક રીતે હંકારી રોડ ક્રોસ કરી રહેલા મહિલાને ટક્કર મારતાં ગંભીર ઈજાને કારણે મોત થયાની ફરીયાદ શુક્રવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી આ અંગે મોહનપુરના છાપરામાં રહેતા અમૃતજી રમણજી રાઠોડે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૧ર ફેબ્રુઆરીના રોજ સાંજના સુમારે હાઈવે પરથી જઈ રહેલ બાઈક નં. જીજે૦૯ઈએ ૩૭રર ના ચાલકે પોતાના કબજાનું બાઈક ગફલતભરી રીતે હંકારી લાવી અમરતજી રાઠોડના માતા શંકાબેન રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેણીને ટક્કર મારતા ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતુ અકસ્માત કર્યા બાદ અમરતજી રાઠોડે બાઈક ચાલક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
