fbpx

પ્રાંતિજ ખાતે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ  

Spread the love

પ્રાંતિજ ખાતે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ  
–  મહા શિવરાત્રિ ને લઇને પોલીસ સ્ટેશન ખાતે બેઠક યોજાઇ  
– નગરના અગ્રણીઓ સહિત વેપારી મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા
                   


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં  મહા શિવરાત્રી ને લઈ ને શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર ના અગ્રણીઓ વેપારીઓ વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત ની બેઠક યોજાઇ


  પ્રાંતિજ ખાતે દરવર્ષ ની જેમ આવર્ષે પણ  મહા શિવરાત્રી  ને લઇને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ એન.આર.ઉમટ ના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ પી.જે.રાણા ની ઉપસ્થિતિ મા શાન્તિ સમિતિ ની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી જેમાં વેપારીઓ તથા હિન્દુ મુસ્લીમ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાન્તિ અને એક્તા જળવાઇ તે માટે ની પ્રાર્થના કરી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ અને મહિલા કોર્પોરેટર મધુબેન અરવિંદભાઇ પરમાર , પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ સહિત વેપારીઓ તથા હિન્દુ-મુસ્લિમ સમાજ ના ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!