fbpx

એક કિલો સોનું, 2 કિલો ચાંદી, અઢળક રૂપિયા; લાંચિયા સરકારી અધિકારીના ઘરેથી ખજાનો મળી આવ્યો

Spread the love

એક કિલો સોનું, 2 કિલો ચાંદી, અઢળક રૂપિયા; લાંચિયા સરકારી અધિકારીના ઘરેથી ખજાનો મળી આવ્યો

ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતા રાજસ્થાન ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ પંચાયતી રાજ વિભાગમાં જૂનિયર આસિસ્ટન્ટ શુભકરણ પરિહાર (છિપા) વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિના કેસના સંદર્ભમાં આજે વહેલી સવારે 5 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં લાખોની ગેરકાયદેસર સંપત્તિનો મોટો ખુલાસો થયો છે, જેમાં એક કિલોથી વધુ સોનું, બે કિલો ચાંદી, તેમજ રૂપિયાઓનો ઢગલો મળી આવ્યો હતો.

લાંચ લેનાર જૂનિયર આસિસ્ટન્ટના ઘરે દરોડામાં બિકાનેર શહેરમાં 3 આલીશાન ઘરો, પુનરસર ગામમાં એક આલીશાન ઘર અને આશરે 17 હેક્ટર ખેતીલાયક જમીનનો ખુલાસો થયો છે. ACBને મળેલી ગુપ્ત ફરિયાદની ચકાસણીમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ તેની કાયદેસર આવક કરતા લગભગ 938 ટકા વધુ કિંમતની સંપત્તિ એકઠી કરી હતી. ત્યારબાદ, કેસ નોંધવામાં આવ્યો હતો અને બિકાનેર અને ફલોદીમાં એક સાથે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી બિકાનેર શહેરના ઘણા સ્થળો સાથે સાથે પુનરાસર ગામ અને કાનાસર (પંચાયત સમિતિ બાપ, ફલોદી)માં કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી ઉપમહાનિર્દેશક સ્તરની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી.

jr-assistant1

દરોડા દરમિયાન શું-શું મળ્યું? (ખુલાસાઓની યાદી)

ACB ટીમોએ બિકાનેર શહેર, ગંગાસાગર, પુનરાસર અને ફલોદીમાં સ્થળોએ દરોડા પાડ્યા હતા. અત્યાર સુધી જપ્ત કરાયેલી સંપત્તિની વિગતો ફિલ્મી કહાની જેવી છે:

બિકાનેરમાં તેના નિવાસસ્થાન પરથી આશરે ₹75 લાખ રોકડ મળી આવી હતી.

આરોપી પાસેથી 1 કિલોથી વધુ સોનું અને આશરે 2 કિલો ચાંદી મળી આવી હતી.

બિકાનેર શહેરમાં 3 અને પુનરાસરમાં 1 એટલે કે આ જૂનિયર આસિસ્ટન્ટ કુલ 4 વૈભવી ઘરોનો માલિક નીકળ્યો છે.

આરોપીના નામ પર લગભગ 17 હેક્ટર ખેતી લાયક જમીનની પુષ્ટિ થઈ છે. વહેલી સવારે કાર્યવાહી શરૂ થઈ હતી, જેનાથી ગભરાટ ફેલાયો હતો. ACB રેન્જ બિકાનેરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ભુવન ભૂષણ યાદવની દેખરેખ હેઠળ વિવિધ ટીમોએ એકસાથે દરોડો પાડ્યો હતો. હાલમાં, બિકાનેરના જયનારાયણ વ્યાસ કોલોની અને ગંગાશહેરમાં સ્થિત સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બ્યુરોના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રીમતી સ્મિતા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની અપેક્ષા છે.

jr-assistant

બ્યૂરોના ડિરેક્ટર ગોવિંદ ગુપ્તાએ જણાવ્યું હતું કે આરોપીએ પોતાના પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી હતી. વિગતવાર તપાસ ચાલી રહી છે, અને સમગ્ર આવક અને ખર્ચના હિસાબોની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, નાના પદ પર તૈનાત કર્મચારી પાસેથી મળેલી આ અઢળક સંપત્તિએ સિસ્ટમમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. ACB હવે આરોપીના બેંક લોકર અને અન્ય દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

error: Content is protected !!