fbpx

આજે અંતિમ મતદાર યાદી જાહેર, આ મહિનામાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

Spread the love

આજે અંતિમ મતદાર યાદી જાહેર, આ મહિનામાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

દેશના 8 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશો સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત ફાઇનલ મતદારયાદી પ્રકાશિત કરવામાં ચૂકી ગયા હતા. ચૂંટણીપંચના કહેવા મુજબ કેટલાંક રાજ્યોમાં કામ સમયસર પૂરું થઈ શક્યું નથી. એનું કારણ એ છે કે નિશ્ચિત કાર્યક્રમનું પહેલેથી જ યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નહોતું. ક્યાંક રાજનીતિક દખલ તો ક્યાંક નીચલા સ્તરે કામકાજમાં ઝડપના અભાવના કારણે પૂરી પ્રક્રિયામાં મોડું થયું છે.

જોકે લક્ષદ્વીપ અને પૉન્ડિચેરીમાં ગઈ 14 ફેબ્રુઆરીએ ફાઇનલ મતદારયાદી પ્રકાશિત થઈ ગઈ હતી. 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફાઇનલ મતદારયાદી જાહેર કરવાની તારીખ વધારવામાં આવી છે. તામિલનાડુ અને ગુજરાતમાં 17 ફેબ્રુઆરી; આંદામાન-નિકોબાર, કેરલા, છત્તીસગઢ, ગોવા અને રાજસ્થાનમાં 21 ફેબ્રુઆરી; મધ્ય પ્રદેશમાં 23 ફેબ્રુઆરી, પશ્ચિમ બંગાળમાં 18 ફેબ્રુઆરી અને ઉત્તર પ્રદેશમાં 10 એપ્રિલે ફાઇનલ મતદારયાદી જાહેર થશે.

sir

કેન્દ્રીય ચૂંટણીપંચની મંજૂરી મળ્યા બાદ આજે રાજ્યભરમાં ફાઈનલ મતદારયાદી જાહેર કરવામાં આવશે. છેલ્લી વખત આ SIR પ્રક્રિયા વર્ષ 2004માં યોજાઈ હતી. મતદારયાદી જાહેર થયા બાદ એમાં વાંધા અરજી માટે એક મહિનાનો સમય આપવામાં આવશે, ત્યારબાદમાં અન્ય કામગીરીને જોતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એપ્રિલના અંત કે મે મહિનાની શરૂઆતમાં થાય સંભાવના છે. વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરતા રાજકીય પક્ષો પણ તૈયારીમાં લાગી ગયા છે.

રાજ્યભરના તાલુકાઓમાંથી મળેલી વિગતો અનુસાર, 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખને આધારે હાથ ધરાયેલી આ વિશેષ પુનઃપરીક્ષણ પ્રક્રિયામાં 30 જાન્યુઆરી સુધી દાવો-વાંધાની મુદત આપવામાં આવી હતી અને 10 ફેબ્રુઆરી સુધી અરજીઓના નિકાલ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયા છે.

election1

આમાં ફોર્મ નંબર 6 હેઠળ નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે 7,25,920 અરજી મળી છે, જ્યારે ફોર્મ નંબર 7 હેઠળ નામ કમી કરવા માટે 1,83,235 અરજી પ્રાપ્ત થઈ છે. ફોર્મ નંબર 8 હેઠળ વિગતોમાં સુધારા માટે 5,60,970 અરજી નોંધાઈ છે.

error: Content is protected !!