fbpx

ગાંધીનગરમાં રિટાયર્ડ DySPના આંગણે પાર્ક કરેલી કારના નવા ટાયરો કાઢીને જૂના ટાયર લગાવી રફૂચક્કર થયા ચોર

Spread the love

ગાંધીનગરમાં રિટાયર્ડ DySPના આંગણે પાર્ક કરેલી કારના નવા ટાયરો કાઢીને જૂના ટાયર લગાવી રફૂચક્કર થયા ચોર

ધીનગરમાં તસ્કરોને હવે લેશમાત્ર ભય રહ્યો નથી. ચોર પોલીસ અધિકારીઓના વાહનોને પણ નિશાન બનાવતા અચકાતા નથી. આવી જ કંઇક ઘટના સામે આવી છે ગાંધીનગરમાં. અહીં સેક્ટર-2B જેવા VIP વિસ્તારમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. ચોરોએ એક રિટાયર્ડ DySP અમૃતભાઇ દેસાઇની કારના નવા ટાયરો ચોરી કરી જૂના ફીટ કરી રફુચક્કાર થઇ ગયા છે. આમ કરીને તસ્કરોએ સેક્ટર-7 પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

ગાંધીનગરના સેક્ટર-2B વિસ્તારમાં રહેતા અને અમદાવાદ સિટી પોલીસમાંથી DySP તરીકે રિટાયર્ડ થયેલા એક ઉચ્ચ અધિકારીની કારમાંથી 3 ટાયરોની ચોરી થયાની ઘટના સામે આવી છે. અજાણ્યા ઇસમોએ રાત્રિના અંધકારનો લાભ લઇ કારના અસલી ટાયરો કાઢીને જૂના ટાયરો લગાવી દીધી હતા અને પછી નવા ટાયકો લઇને રફુચક્કર થઇ ગયા હતા.

gujarat-police1

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, રિટાયર્ડ DySP અમૃતભાઇ મોહનભાઇ દેસાઇ (ઉં.વ 58, રહે. સેક્ટર-2B, પ્લોટ નંબર 285/2) 2025માં પોલીસ સેવામાંથી રિટાયર્ડ થયા હતા. તેમની પાસે તેમના મિત્ર સુરેશભાઇ રબારીની માલિકીની સફેદ કલરની વેગનઆર કાર છે. જેનો ઉપયોગ તેઓ પરિવાર સાથે અવરજવર માટે કરે છે. ગઇકાલે સાંજે 7:00 વાગ્યાના અરસામાં તેમણે કાર પોતાના ઘરની સામે આવેલા કોમન પ્લોટની ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી.

gujarat-police

ત્યારબાદ રાત્રે પરિવાર સહિતના સભ્યો જમીને ઊંઘી ગયા હતા. આજે સવારે અમૃતભાઇ ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમણે જોયું કે, કારનું પાછળની ડાબી બાજુનું ટાયર ગાયબ હતું. એટલે તેમણે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તસ્કરોએ કારના આગળના બંને ઓરિજિનલ ટાયરોની જગ્યાએ જૂના ટાયરો સ્ટેફની સાથે લગાવી દેવામાં આવ્યા હતા.

આ અંગે DySP અમૃતભાઇ દેસાઇએ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  ઉલ્લેખનીય છે કે, VIP ગણાતા સેક્ટરોમાં રિટાયર્ડ ઉચ્ચ પોલીસ અધિકારીના ઘર પાસે થયેલી આ ચોરીથી સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.

error: Content is protected !!