fbpx

બુધવારે ગુજરાતનું બજેટ, સાઇઝ કેટલી હશે, રૂપિયા ક્યા ખર્ચાશે?

Spread the love

બુધવારે ગુજરાતનું બજેટ, સાઇઝ કેટલી હશે, રૂપિયા ક્યા ખર્ચાશે?

કેન્દ્રીય અંદાજપત્ર 1 ફેબ્રુઆરી એ રજૂ થયું હવે 18 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થશે. સામાન્ય રીતે બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતમાં બજેટ રજૂ થતું હોય છે, પરંતુ આ વખતે ત્રીજા દિવસે થશે. 16 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરૂ થઇ ગયું છે.

ગયા વર્ષે 3.70 લાખ કરોડનું બજેટ હતુ આ વખતે 4 લાખ કરોડથી વધારેનું બજેટ હોવાની ધારણા છે. છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતનું બજેટ 166 ટકા વધી ગયું છે.

જાણકારોનો કહેવા મુજબ VB-G- RAMJI યોજના માટે રાજ્ય સરકારે 40 ટકા ફાળો આપવાનો છે જે બજેટને પ્રભાવિત કરી શકે છે.

ગુજરાતમાં વજુભાઇ વાળાનો 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. એ પછી બીજા નંબરે નીતિન પટેલે 9 વખત બજેટ રજૂ કર્યું હતું. બજેટના રૂપિયા વિકાસ અને બિન વિકાસના કામોમાં ખર્ચાશે.

error: Content is protected !!