fbpx

મારુતિએ રજુ કરી તેની પહેલી ઇલેક્ટ્રિક કાર, E-વિટારા થઇ લોન્ચ, કિંમત છે આટલી

Spread the love

મારુતિએ રજુ કરી તેની પહેલી ઇલેક્ટ્રિક કાર, E-વિટારા થઇ લોન્ચ, કિંમત છે આટલી

ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક, મારુતિ સુઝુકી માટે આજે એક મોટો દિવસ છે. કંપનીએ તેની પહેલી ઇલેક્ટ્રિક કાર, E-વિટારાની કિંમત સત્તાવાર રીતે જાહેર કરી છે. આ ક્ષણ કંપની માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે તે સત્તાવાર રીતે મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રિક મોબિલિટી સેગમેન્ટમાં પ્રવેશ કરી લીધો છે.

મારુતિ E-વિટારાને સૌપ્રથમ ઇન્ડિયા મોબિલિટી ઓટો એક્સ્પો 2025માં પ્રદર્શિત કરવામાં આવી હતી, અને ત્યારથી, બજારમાં તેની કિંમત અંગે લોકો ઘણી રાહ જોઈ રહ્યા હતા, જે હવે આજે સમાપ્ત થઈ ગઈ છે. નવી મારુતિ E-વિટારા બેટરી એઝ અ સર્વિસ (BaaS) રેન્ટલ સબ્સ્ક્રિપ્શન પ્લાન હેઠળ ઓફર કરવામાં આવે છે. બેટરી વિનાની કારની શરૂઆતની કિંમત રૂ. 10.99 લાખ (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ પ્રારંભિક કિંમત ફક્ત 31 માર્ચ, 2026 સુધી જ માન્ય છે.

Maruti Suzuki E Vitara

રસ ધરાવતા ગ્રાહકો મારુતિ સુઝુકીના પ્રીમિયમ NEXA શોરૂમમાં નવી મારુતિ E-વિટારાને સત્તાવાર રીતે બુક કરાવી શકે છે. આ માટે ગ્રાહકોએ રૂ. 21,000ની બુકિંગ રકમ જમા કરાવવાની રહેશે.

મારુતિ સુઝુકીની નવી eVITARAને ગ્રાહકો માટે વધુ સરળ બનાવવા માટે, ઘણા અનોખા ફાઇનાન્સ અને માલિકી વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. આમાં સૌથી મહત્વપૂર્ણ BaaS (બેટરી-એઝ-એ-સર્વિસ) યોજના છે. આ એક ડ્યુઅલ-લોન ફાઇનાન્સ પ્રોડક્ટ છે, જેમાં બેટરીની પ્રારંભિક કિંમત ચૂકવવી પડતી નથી. આ યોજના હેઠળ, eVITARAની શરૂઆતની કિંમત રૂ. 10.99 લાખ રાખવામાં આવી છે, અને બેટરી માટે EMI રૂ. 3.99 પ્રતિ કિલોમીટર છે. જેના કારણે આ ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું ખૂબ સરળ અને વધુ સસ્તું બની જાય છે.

Maruti Suzuki E Vitara

કંપનીએ ‘e Flex’ યોજના પણ રજૂ કરી છે, જેના હેઠળ ગ્રાહકો તેમની હાલની કારના EMIની નજીક જ EMI પર eVITARAમાં અપગ્રેડ કરી શકે છે. તેથી આ ઇલેક્ટ્રિક કારને લેવાનું વધુ સરળ થઇ જશે. આ ઉપરાંત, ખાતરીપૂર્વક બાયબેક યોજના પણ ઓફર કરવામાં આવી રહી છે. 3 વર્ષ કે 45,000 કિલોમીટરના પ્લાનમાં કારની કિંમતના 60 ટકા સુધી બાયબેક મળે છે, જ્યારે 4 વર્ષ કે 60,000 કિલોમીટરના પ્લાનમાં 50 ટકા બાયબેક મળે છે. આનો અર્થ એ થયો કે, ગ્રાહકો 3-4 વર્ષ સુધી કાર ચલાવ્યા પછી પણ તેમના 50-60 ટકા પૈસા પાછા મેળવી શકે છે.

Maruti Suzuki E Vitara

મારુતિ સુઝુકીએ તેની પહેલી EVને વધુ સારી બનાવવામાં કોઈ કસર છોડી નથી. કંપનીએ e-Vitaraને સ્વચ્છ અને આધુનિક ડિઝાઇન આપી છે. તે 4,275 mm લંબાઈ, 1,800 mm પહોળાઈ અને 1,640 mm ઊંચાઈ ધરાવે છે, જ્યારે 2,700 mm વ્હીલબેઝ ધરાવે છે. આ કદ તેને કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં મજબૂત હાજરી આપે છે એટલું જ નહીં પરંતુ અંદર બેસનારા મુસાફરો માટે પૂરતી જગ્યા પણ પૂરી પાડે છે.

Maruti Suzuki E Vitara

કેબિનની દ્રષ્ટિએ, e-Vitaraને અત્યાર સુધીની સૌથી પ્રીમિયમ મારુતિ કાર માનવામાં આવે છે. તેમાં 10.25-ઇંચનું ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ફ્લોટિંગ સેન્ટર કન્સોલ પર માઉન્ટ થયેલ 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. સોફ્ટ-ટચ મટિરિયલ્સ, ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર્સ અને મલ્ટી-કલર એમ્બિયન્ટ લાઇટિંગ અંદર એક વૈભવી વાતાવરણ બનાવે છે.

આ SUVમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 10-વે પાવર-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને 40:20:40 સ્પ્લિટ રીઅર સીટ આપવામાં આવી છે, જે સ્લાઇડ, રિક્લાઇન અને ફોલ્ડ કરી શકાય છે. ફિક્સ્ડ ગ્લાસ સનરૂફ અને હરમન-ટ્યુન્ડ સાઉન્ડ સિસ્ટમ તેના પ્રીમિયમ ઓળખને વધુ મજબૂત બનાવે છે.

Maruti Suzuki E Vitara

મારુતિ E-વિટારામાં હળવા વજનની 3-ઇન-1 ઇલેક્ટ્રિક ડ્રાઇવ સિસ્ટમ આપી છે, જે મોટર, ઇન્વર્ટર અને ટ્રાન્સમિશનને એક જ યુનિટમાં જોડે છે. જેના કારણે વજન ઓછું થાય છે અને પ્રદર્શન અને રેન્જમાં સુધારો કરે છે. મારુતિ E-વિટારા બે બેટરી વિકલ્પોમાં ઉપલબ્ધ છે: 49kWh અને 61kWh બેટરી પેક. બંને વેરિઅન્ટ ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ સેટઅપ સાથે આવશે. મોટો બેટરી પેક એક જ ચાર્જ પર 543 કિલોમીટર (ARAI પ્રમાણિત રેન્જ) સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે.

E-વિટારા ત્રણ ટ્રીમ લેવલમાં ઓફર કરવામાં આવે છે. બેઝ વેરિઅન્ટ, ડેલ્ટામાં 49 kWh બેટરી મળશે. ઝેટા અને આલ્ફા ટ્રીમ્સમાં 61 kWh મોટી બેટરી આપવામાં આવશે. વૈશ્વિક બજારમાં ઓલ-વ્હીલ-ડ્રાઇવ વર્ઝન પણ ઉપલબ્ધ છે, જેમાં પાછળ એક વધારાની રીઅર મોટર લગાવવામાં આવી છે. ભારતમાં AWD વર્ઝન આવશે કે કેમ તે હજુ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે.

Maruti Suzuki E Vitara

સલામતી માટે પણ E-વિટારાને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. તેનું બોડી સ્ટ્રક્ચર 50 ટકાથી વધુ હાઇ-ટેન્સાઇલ સ્ટીલનો ઉપયોગ કરે છે, અને સમર્પિત બેટરી પ્રોટેક્શન સિસ્ટમ આપવામાં આવી છે. સાત એરબેગ્સ, ઓલ-ડિસ્ક બ્રેક્સ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને E-કોલ ઇમરજન્સી ફીચર સ્ટાન્ડર્ડ મળે છે.

આ ઉપરાંત, લેવલ-2 ADAS ફીચર્સ જેમ કે, એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન-કીપ આસિસ્ટ અને ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ પણ શામેલ છે. એકંદરે, E-વિટારાને કંપનીની અત્યાર સુધીની સૌથી સુરક્ષિત અને ટેકનોલોજીકલી અદ્યતન કારોમાંની એક માનવામાં આવે છે.

error: Content is protected !!