fbpx

બોલો! અમદાવાદમાં પૈસા કે કિંમતી સામાન નહીં દૂધ ચોરીની ઘટનાથી પરેશાન થયા લોકો

Spread the love

બોલો! અમદાવાદમાં પૈસા કે કિંમતી સામાન નહીં દૂધ ચોરીની ઘટનાથી પરેશાન થયા લોકો

અમદાવાદ સહિત ગુજરાતમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી અને લૂંટફાટના બનાવો વિશે તમે અવારનવાર સાંભળ્યું હશે. પરંતુ હવે એક અનોખી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેણે લોકોને હેરાન કરી દીધા છે. અમદાવાદમાં દૂધ ચોરી ઘટનાઓ સામે આવતા લોકો હેરાન-પરેશાન છે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દૂધની ચોરી કરતી ગેંગને કારણે વેપારીઓ અને લોકો પરેશાન છે. વસ્ત્રાલ વિસ્તારમાં વહેલી સવારે પાર્લર બહારથી દૂધના કેરેટ ચોરવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. યુનાઈટેડ સ્કૂલ પાસે આવેલા એક પાર્લર પર વહેલી સવારે જ્યારે દૂધની ગાડી કેરેટ ઉતારીને ગઈ, ત્યારે તકનો લાભ લઈ અજાણ્યા શખ્સો દૂધની ચોરી કરતા કેમેરામાં કેદ થઇ ગયા. અંધારાનો લાભ લઈ આ ગેંગ દૂધના કેરેટમાંથી થેલીઓ ઉઠાવીને ફરાર થઈ ગઈ. ઘટનાને લઈ સ્થાનિક વેપારીઓમાં રોષ છે. અમૂલ પાર્લરમાંથી અજાણ્યા ઈસમો લગભગ 100 લીટર દૂધની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

milk

આ ચોરીની ઘટના બાદ જ્યારે આસપાસના અન્ય ડેરી ધારકો એકઠા થયા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અનેક ડેરી સંચાલકોએ જણાવ્યું કે તેમને ત્યાંથી પણ અવારનવાર દૂધની ચોરી થાય છે. જો કે, ચોરી થયેલા દૂધનો જથ્થો ઓછો હોવાથી અને પોલીસ કાર્યવાહીની ઝંઝટમાં પડવા માંગતા નહોતા એટલે મોટાભાગના વેપારીઓએ ફરિયાદ કરી નહોતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વેપારીઓની ઉદાસીનતા અને પોલીસમાં ફરિયાદ ન કરવાની માનસિકતાને કારણે આ ‘દૂધ ચોરો’ને ફાવટ આવી ગઈ. વારંવાર નાની ચોરીઓ કરીને હવે આ ગેંગે મોટી માત્રામાં દૂધની ચોરી કરવાનું શરૂ કર્યું હતું.

Milk-Theft1

sandesh.comના અહેવાલ મુજબ નરોડા પોલીસે વહેલી સવારે દૂધની કેરેટોની ચોરી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. મોહમ્મદ શેખ અને મનીષ ઠક્કર નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પુછપરછમાં આરોપીઓએ નરોડા, નિકોલ અને અમરાઈવાડીમાં ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ પાસેથી 31 હજાર રોકડા અને 35 નંગ દૂધના કેરેટ કબજે કરવામાં આવ્યા છે. મોહમ્મદ શેખની અગાઉ 18 ગુનામાં ધરપકડ કરાઈ હતી.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2025-12-26-at-11.31.10-AM-1024x178.jpeg
error: Content is protected !!