
યોગ ગુરુ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટની ક્યુરેટીવ પીટિનને ફગાવી દીધી છે અને સ્પષ્ટ કહ્યું છે કે, ફી લઇને યોજાતા યોગના વર્ગો માટે બાબા રામદેવે ટેક્સ ભરવો જ પડશે.
પતંજલિ યોગપીઠ ટ્રસ્ટની દલીલ હતી કે, અમે લોકોની દવા માટે યોગ શીખવાડીએ છીએ એટલે સેવાની કેટેગરીમાં નથી આવતું એટલે અમે સર્વિસ ટેક્સ નહીં ભરીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફી લઇને યોગ શીખવાડો તો એ હેલ્થ અને ફીટનેસની કેટેગરીમાં આવે.
પતંજલીએ 2006થી 2011 સુધીમાં 4.5 કરોડ રૂપિયાનો સર્વિસ ટેક્સ પેનલ્ટી અને વ્યાજ સાથે ભરવો પડશે.
બાબા રામદેવે યોગ શીબિરની શરૂઆત સુરતથી કરી હતી ત્યારે ફીમાં યોગાના વર્ગો ચાલતા હતા, પરંતુ દાનના નામે ફી લેવાતી હતી.
