fbpx

ભારતની આ શિક્ષિકાને 9 કરોડનો એવોર્ડ કેમ મળ્યો?

Spread the love

ભારતની આ શિક્ષિકાને 9 કરોડનો એવોર્ડ કેમ મળ્યો?

ભારતની કલાકાર અને શિક્ષિકા રૂબલ નેગીને દુબઇમાં આયોજિત વર્લ્ડ ગર્વમેન્ટ સમિટ દરમિયાન ગ્લોબલ ટીચર પ્રાઇઝ એનાયત થયો છે. આ એવોર્ડ વર્કી ફાઉન્ડેશન અને યુનેસ્કના સહયોગથી આપવામાં આવે છે. ગ્લોબલ ટીચર પ્રાઇઝ વેબસાઇટ અનુસાર, નેગીને 139 દેશોના 5,000 નામાંકન અને અરજીઓમાંથી પસંદ કરવામાં આવી હતી.

સવાલ એ છે કે રૂબલે એવું તે શું કર્યું કે 9 કરોડ રૂપિયાનો એવોર્ડ મળ્યો? જ્મ્મુ-કશ્મીરમા જન્મેલા રૂબલે મુંબઇના કોલાબાની ઝુપડપટ્ટીમાં બાળકોને મફત ભણવાની શરૂઆત કરેલી અને પેઇન્ટીંગ દ્વારા બાળકોને ભણાવી રહ્યા છે. રૂબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ ઝુપડપટ્ટીના ગરીબ બાળકોને ગણિત, ભાષા અને બેઝિક શિક્ષણ આપવામાં આવે છે અને તે પણ તદન મફત. બાળકોને પુસ્તકો, બેગ વગેરે પણ મફત આપે છે અને હવે આવા 800 સેન્ટરો બનાવ્યા છે.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2025-12-26-at-11.31.10-AM-1024x178.jpeg
error: Content is protected !!