પ્રાંતિજ ના કાટવાડ પાસે લોડીંગ રીક્ષા પલ્ટી ખાઇ જતા ચાલક સહિત અન્ય બે ને ઇજાઓ પોહચી
– ચાલક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કાટવાડ પાસે હિંમતનગર તરફ જઈ રહેલ લોડીંગ રીક્ષા પલ્ટી ખાતા રીક્ષા ચાલક સહિત રીક્ષા મા સવાર અન્ય બે ઇસમો ને ઇજાઓ પોહચી

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ તારીખ ૮|૨|૨૦૨૬ ના રોજ અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ પ્રાંતિજ ના કાટવાડ પાસે હિંમતનગર તરફ જઈ રહેલ રીક્ષા ચાલક લાખારામ ભેરારામ રબારી પોતાના કબજાની અતુલ ઓટો લોડીંગ રીક્ષા જી.જે.૦૧.કે.ટી. ૧૪૩૬ પૂરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી રોડ વચ્ચેના ડિવાઇડર સાથે અથડાવી રીક્ષા પલટી ખવડાવી પોતાને કપાળ ના ભાગે વાગેલ તથા પગે ઇજાઓ પહોચાડી પોતાની બાજુમા બેઠેલ નાથાભાઈ ને જમણા પગે ડાબા હાથે ઇજાઓ પહોચાડી તથા રીક્ષા મા પાછળ બેઠેલ શંકરભાઇ ને મોઢાના ભાગે તેમજ ડાબા હાથે ઇજાઓ પહોચાડી હતી તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા તા.૨૪|૨|૨૦૨૬ ના રોજ ચેલારામ ભેરારામજી રબારી રહે બારેવડા , મોરલી ,થાના-પાલડીયાએમ,તા.શીંવગંજ જિ.સિરોહી (રાજસ્થાન) દ્રારા રીક્ષા ચાલક લાખારામ ભેરારામ રહે.બારેવડા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૨૮૧,૧૨૫(એ)તથા મોટર વ્હીકલ એકટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ દ્રારા હાથધરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા
