fbpx

30 હજારની લાંચ લેતો પકડાયો સરકારી અધિકારી, પછી ઘરે દરોડા પડ્યા તો જ્યાં જુઓ ત્યાં નોટના ઢગલા હતા

Spread the love

30 હજારની લાંચ લેતો પકડાયો સરકારી અધિકારી, પછી ઘરે દરોડા પડ્યા તો જ્યાં જુઓ ત્યાં નોટના ઢગલા હતા

બુધવારે, ઓડિશાના ભુવનેશ્વરમાં ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ કટક સર્કલ માઈન્સના ડેપ્યુટી ડિરેક્ટર દેવબ્રત મોહંતીના ભુવનેશ્વર ફ્લેટમાંથી 4 કરોડ જપ્ત કર્યા હતા. અધિકારીઓએ આને ઓડિશા વિજિલન્સના ઇતિહાસમાં સૌથી મોટી રોકડ જપ્તી ગણાવી છે. દેવબ્રત મોહંતીને એક દિવસ અગાઉ જ છટકું ગોઠવીને પકડવામાં આવ્યો હતો, જ્યારે તે કથિત રીતે લાઇસન્સ પ્રાપ્ત કોલસા વિક્રેતા પાસેથી 30 હજારની લાંચ લઈ રહ્યો હતો.

bribe2

તેની ધરપકડ બાદ, વિજિલન્સ અધિકારીઓએ તેની સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં પાટિયાના શ્રી વિહારમાં નેચર્સ ક્રેસ્ટ એપાર્ટમેન્ટ્સમાં તેના રહેણાંકના ફ્લેટ, ભદ્રક જિલ્લાના મથાસાહીમાં તેનું પૈતૃક ઘર અને કટકમાં તેની ઓફિસ ચેમ્બરનો સમાવેશ થાય છે.

ચાલી રહેલા દરોડા દરમિયાન, અધિકારીઓએ તેના ભુવનેશ્વર ફ્લેટની અંદર ટ્રોલી બેગ અને કબાટમાં છુપાવીને રાખવામા આવેલી મોટી રકમ જપ્ત કરી હતી. જપ્ત કરવામાં આવેલા પૈસાની ગણતરી કરવામાં આવી રહી છે, જેથી કુલ રકમની જાણકારી મળી શકે. આ ઉપરાંત, આરોપીની ઓફિસના ડ્રોઅર અને અંગત સામાનમાંથી 1.20 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

વિજિલેન્સની ટીમને બીજી સંપત્તિની પણ જાણકારી મળી છે, જેમાં ભુવનેશ્વરના પહલામાં લગભગ 2,400 સ્ક્વેર ફૂટની 2 માળની ઇમારત અને લગભગ 130 ગ્રામ સોનું સહિત અન્ય મિલકતો પણ મળી આવી છે. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે, અને અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ આગળ વધતા વધુ માહિતી શેર કરવામાં આવશે. એવી અપેક્ષા છે કે અધિકારી પાસેથી હજુ પણ વધુ કાળા નાણાં અને ગેરકાયદેસર વસ્તુઓ મળી શકે છે.

bribe3

આરોપી અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ જપ્તી એટલે પણ ચર્ચામાં છે કારણ કે તેણે 2022નો રેકોર્ડ તોડી દીધો છે. અગાઉ, 7 એપ્રિલ, 2022ના રોજ, ગંજમ જિલ્લામાં એક આસિસ્ટન્ટ એન્જિનિયરના ઘરેથી 3.4 કરોડ રૂપિયા મળ્યા હતા, જે તે સમયે સૌથી મોટી જપ્તી હતી.

error: Content is protected !!