fbpx

વિજય સાથે લગ્નના બંધને બંધાઈ રશ્મિકા, રોમેન્ટિક પોસ્ટ કરી વ્યક્ત કર્યો પ્રેમ

Spread the love

વિજય સાથે લગ્નના બંધને બંધાઈ રશ્મિકા, રોમેન્ટિક પોસ્ટ કરી વ્યક્ત કર્યો પ્રેમ

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની અટકળો બાદ, આખરે વિજય અને રશ્મિકા સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને તેમના સંબંધો પર મહોર લગાવી દીધી છે અને રશ્મિકાએ વિજયને ‘પતિ’ તરીકે સંબોધ્યો છે.

01

ઈન્સ્ટા પર લગ્નની તસવીરો શેર કરીને રશ્મિકા મંદાનાએ પોતાની પોસ્ટની શરૂઆત “માય હસબન્ડ” (મારા પતિ) લખીને કરી હતી. તેણે વિજય દેવરકોંડા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા લખ્યું કે, “આ એ માણસ છે જેણે મને શીખવ્યું કે સાચો પ્રેમ શું હોય છે અને મનની શાંતિ કોને કહેવાય.

640004442_18567525028045304_6352289625716205888_n

તેણે મને હંમેશા મોટા સપના જોવાની પ્રેરણા આપી અને વિશ્વાસ અપાવ્યો કે હું મારી કલ્પના કરતા પણ ઘણું વધારે હાંસલ કરી શકું છું.”

સંબંધોના સફરની યાદો

પોસ્ટમાં વિજયના વખાણ કરતા તેણે આગળ જણાવ્યું હતું કે વિજયે તેને મુક્તપણે જીવવાની અને નૃત્ય કરવાની આઝાદી આપી. મિત્રો સાથે મુસાફરી કરવાનો આનંદ સમજાવ્યો. તેણી આજે જે સ્ત્રી બની છે, તેનો સંપૂર્ણ શ્રેય વિજયના સાથને જાય છે.

640292548_18567524986045304_8446966403413083126_n

તેણે વધુમાં ઉમેર્યું કે, “વિજ્જુ, તારા માટે મારી લાગણીઓ વ્યક્ત કરવા માટે મારી પાસે હંમેશા શબ્દો ખૂટી પડે છે. મારી સફળતા, સંઘર્ષ અને ખુશીઓનો હવે એક અર્થ છે, કારણ કે તું આ બધી જ ક્ષણોનો સૌથી મોટો ભાગ છે.”

641226206_18567525025045304_8465751724131224339_n

લગ્ન માટેનો ઉત્સાહ

પોસ્ટના અંતે તેણે વિજયની પત્ની બનવા માટેનો પોતાનો ઉત્સાહ જાહેર કરતા લખ્યું કે, “હું તારી પત્ની બનવા માટે અને દુનિયામાં તારી પત્ની તરીકે ઓળખાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હવે સેલિબ્રેશનનો સમય છે! ચાલો સાથે મળીને દુનિયાનું શ્રેષ્ઠ જીવન જીવીએ. આઈ લવ યુ!”

642505699_18567525046045304_4094436396345861078_n
error: Content is protected !!