fbpx

Xiaomi 17 સીરિઝ લોન્ચ: Leica કેમેરા, શક્તિશાળી ફિચર્સ પણ કિંમત જોઈને તમે લેવાનો વિચાર માંડી વાળશો

Spread the love

Xiaomi 17 સીરિઝ લોન્ચ: Leica કેમેરા, શક્તિશાળી ફિચર્સ પણ કિંમત જોઈને તમે લેવાનો વિચાર માંડી વાળશો

સ્માર્ટફોન દિગ્ગજ કંપની Xiaomi એ સત્તાવાર રીતે તેની બહુપ્રતિક્ષિત Xiaomi 17 સીરિઝ લોન્ચ કરી દીધી છે, જેમાં Xiaomi 17 અને Xiaomi 17 Ultra મોડલ્સનો સમાવેશ થાય છે. આ બંને શક્તિશાળી સ્માર્ટફોન ક્વાલકોમના લેટેસ્ટ Snapdragon 8 Elite Gen 5 ચિપસેટથી સજ્જ છે. Leica સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવતા આ ફોન્સમાં અદભૂત કેમેરા ટેકનોલોજી આપવામાં આવી છે.

04

Xiaomi 17 Ultra: પ્રોફેશનલ ફોટોગ્રાફીનો અનુભવ

Xiaomi 17 Ultra માં 1-ઇંચનો LOFIC મેઇન કેમેરા સેન્સર (Light Fusion 1050L) આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 200MP Leica ટેલિફોટો લેન્સ: જે મિકેનિકલ ઓપ્ટિકલ ઝૂમ ક્ષમતા ધરાવે છે. વિડિયોગ્રાફી: મુખ્ય અને ટેલિફોટો બંને લેન્સ પર 4K 120fps સુધી ડોલ્બી વિઝન અને ACES લોગ રેકોર્ડિંગની સુવિધા. ડિઝાઇન: આટલા પાવરફુલ હાર્ડવેર હોવા છતાં ફોન માત્ર 8.29mm જાડો છે અને તેનું વજન 218.4 ગ્રામ છે.

05

Xiaomi 17 (સ્ટાન્ડર્ડ મોડલ) ના ફીચર્સ

  • કેમેરા: તેમાં Light Fusion 950 સેન્સર અને Leica 60mm ફ્લોટિંગ ટેલિફોટો લેન્સ છે. સેલ્ફી માટે 50MP નો ઓટોફોકસ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
  • બેટરી: 6,330mAh ની મોટી બેટરી, જે 100W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
  • ડિસ્પ્લે: 6.3-ઇંચની સ્ક્રીન સાથે માત્ર 1.18mm ના અત્યંત પાતળા બેઝલ્સ છે.
06

ડિસ્પ્લે અને અન્ય વિશિષ્ટતાઓ

બંને મોડલ્સમાં કસ્ટમ OLED ડિસ્પ્લે છે જેની પીક બ્રાઇટનેસ 3,500 nits છે અને તે 1–120Hz LTPO રિફ્રેશ રેટ ધરાવે છે. Ultra મોડલમાં 6.9-ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે.

ખાસ આકર્ષણ: Leica Leitzphone

Leica ની 100મી વર્ષગાંઠ નિમિત્તે Xiaomi એ Leica Leitzphone પણ રજૂ કર્યો છે. તેની કિંમત આશરે ₹2,14,900 (€1,999) રાખવામાં આવી છે. આ ડિવાઇસમાં નિકલ-એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ બોડી અને ફિઝિકલ Leica કેમેરા રિંગ છે, જે ક્લાસિક કેમેરા જેવો લુક આપે છે.

07

પરંતુ આ ફોનની કિંમત એટલી છે કે લેવાનો વિચાર માંડી વાળવો પડે. આ ફોનની કિંમત ગ્લોબલ માર્કેટમાં 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે  અને ભારતમાં પણ કિંમત લાખ રૂપિયા ઉપર જ રહે તેવો રિપોર્ટ છે.

મોડલયુરો (€) માં કિંમતઅંદાજિત ભારતીય કિંમત (₹)
Xiaomi 17€999₹1,07,400
Xiaomi 17 Ultra€1,499₹1,61,100

Xiaomi 17 અને 17 Ultra ભારતમાં 11 માર્ચ ના રોજ લોન્ચ થવાના છે. આ ફોન ખરીદનારા ગ્રાહકોને Google AI Pro, YouTube Premium અને Spotify Premium ના ટ્રાયલ સબસ્ક્રિપ્શન પણ મળશે.

error: Content is protected !!