fbpx

15000થી વધુ સરકારી પદો માટે ભરતી થવાની છે, SSCએ જાહેર કર્યો ખાલી જગ્યાઓનો ચાર્ટ

Spread the love

15000થી વધુ સરકારી પદો માટે ભરતી થવાની છે, SSCએ જાહેર કર્યો ખાલી જગ્યાઓનો ચાર્ટ

લાંબા સમયથી સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે, સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)એ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા માટે અંતિમ ખાલી જગ્યાઓનો ચાર્ટ જાહેર કર્યો છે. જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, કુલ 15000 થી વધુ પદો માટે ભરતી કરવામાં આવશે. આ ભરતીઓ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો અને સરકારી સંગઠનોમાં કરવામાં આવશે.

CGL પરીક્ષા દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં સ્નાતક સ્તરના ઉમેદવારોને નોકરીઓ મળે છે. જાહેર કરાયેલી નોટિસમાં કમિશને એ પણ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારોને પોતાની પસંદગીની બેઠક પસંદ કરવા માટે માર્ચમાં ઓપ્શન-કમ-પ્રેફરેન્સ વિન્ડો ખુલશે. આ સાથે જ, કોઈપણ મૂંઝવણ ટાળવા માટે કમિશને સત્તાવાર વેબસાઇટ પર એક સેમ્પલ ઓપ્શન ફોર્મ પણ જાહેર કર્યું છે.

SSC

15,000થી વધુ પદો પર થશે નિમણૂક

જાહેર કરાયેલા નવીનતમ ખાલી જગ્યાના ચાર્ટ મુજબ કુલ 15,130 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને વિવિધ સરકારી મંત્રાલયો, વિભાગો અને સંગઠનોમાં કામ કરવાની તક મળશે.

કેટેગરી મુજબ પદોની વહેંચણી

આયોગ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં તમામ વર્ગના ઉમેદવારો માટે અનામત મુજબ પદ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આમાં  બિનઅનામત (UR) માટે 6,464 પદો, અન્ય પછાત વર્ગ (OBC) માટે 3,834  પદો, અનુસૂચિત જાતિ (SC) માટે 2,223 પદો, અનુસૂચિત જનજાતિ (ST) માટે 1,134 પદો અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 1,475 પદોનો સમાવેશ થાય છે.

SSC

આજથી ખુલશે ઓપ્શન-કમ પ્રેફરન્સ વિન્ડો

આયોગે જણાવ્યું છે કે ઉમેદવારોએ વિવિધ પદો માટે તેમની પ્રથમ પસંદગી સબમિટ કરવાની રહેશે, જેના માટે ઓપ્શન-કમ-પ્રેફરન્સ વિન્ડો 9 માર્ચે એટલે કે આજે ખુલશે. ઉમેદવારોએ ઓનલાઈન લોગ ઇન કરીને જણાવવું પડશે કે, તેઓ કયા કયા પદોને પ્રાથમિકતા આપવા માંગે છે, તેના આધાર પર જ અંતિમ ચરણ અને પદોની ફાળવણી આગળ વધશે.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2025-12-26-at-11.31.10-AM-1024x178.jpeg
error: Content is protected !!