fbpx

બોખલાઈ ગયા છે પાકિસ્તાનીઓ… અખ્તરે ભારતની જીત પર કહ્યું કે, ‘ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે.’

Spread the love

બોખલાઈ ગયા છે પાકિસ્તાનીઓ... અખ્તરે ભારતની જીત પર કહ્યું કે, 'ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે.'

પાકિસ્તાન ભારતની વર્લ્ડ કપ જીતને પચાવી શકતું નથી. આ જ કારણ છે કે, ભારત જીતતાની સાથે જ તેઓ વાહિયાત નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, ભારતે ક્રિકેટબે બરબાદ કરી દીધું છે. તેમના નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે, તેઓ એ હકીકતને સહન કરી શકતા નથી કે, ભારતે સતત ત્રણ વર્ષમાં ત્રણ ICC ટ્રોફી જીતી છે.

Shoaib Akhtar

શોએબ અખ્તર એક પાકિસ્તાની TV શોમાં ભારતના પ્રદર્શનની ચર્ચા કરી રહ્યા હતા. તેમણે ટીમ ઇન્ડિયાને પાડોશીના શ્રીમંત બાળક તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું, ‘આ કંઇક એવું છે કે, મહોલ્લાના એક શ્રીમંત બાળકે બધા ગરીબ બાળકોને ભેગા કરીને કહ્યું કે, ‘ચાલો ક્રિકેટ રમીએ.’ ભારત અમારી સાથે પણ કંઇક એવું જ કરી રહ્યું છે. 8 ટીમોમાંથી, તેઓ ચાર ટીમો રાખે છે, પછી તેમાંથી 3ને પાછા બોલાવે છે અને તેમને પ્રોત્સાહન આપે છે, અને પછી કહે છે, ‘જુઓ, હું જીતી ગયો.’ તેઓએ ક્રિકેટને પુરી રીતે બરબાદ કરી નાંખ્યું છે.’

મેચની પહેલા પણ અખ્તરે કંઇક આ જ પ્રમાણે કહ્યું હતું. તેમનું માનવું હતું કે, ક્રિકેટના ફાયદા માટે ભારતનું આ ફાઇનલ હારી જવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે ન્યુઝીલેન્ડ ભારત સામે દબાણમાં હોઈ શકે છે, પરંતુ ભારત પણ 1.5 અબજ લોકોના દબાણનો સામનો કરવો પડે છે. તેઓ આ પહેલા અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ફાઇનલમાં એક મેચ હારી ચૂક્યા છે. મને લાગે છે કે આ બધામાં ભારત વિજેતા બનશે, પરંતુ ક્રિકેટના હિતમાં, ન્યુઝીલેન્ડ માટે આ વર્લ્ડ કપ જીતવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.’

Shoaib Akhtar

શોએબ અખ્તરે ભારતની સિસ્ટમની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારતની જીત પાછળ તેમની સિસ્ટમ એક મુખ્ય કારણ હતી. અખ્તરે કહ્યું, ‘ભારતીય ક્રિકેટની નીતિ અહીં જીતી ગઈ. તેમની સિસ્ટમ જીતી. સૌથી મહત્વની વાત એ છે કે તેમની યોગ્યતા જીતી. 15 ખેલાડીઓ પસંદ કરવામાં આવે છે. તેમાંથી ઘણા બધા ડ્રોપ થાય છે. દિગ્ગજોને પણ ડ્રોપ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે રોહિત શર્મા અને વિરાટ કોહલીને જ લઇ લો. તેમણે બંનેને બહાર કરી નાખ્યા, અને હવે તેમણે વર્લ્ડ કપ જીતી લીધો છે.’

Shoaib Akhtar

મેચની વાત કરીએ તો, સૂર્યકુમાર યાદવની ટીમે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં વધુ એક વર્લ્ડ કપ વિજય ઉમેર્યો. ભારતે T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું અને ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો. સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહે ફાઇનલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમ સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતનારી પ્રથમ પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ બની.

આના કારણે રોહિત શર્માની ટીમના જૂના ઘા પણ ભરાઈ ગયા, જે ત્રણ વર્ષ પહેલાં આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપ ફાઇનલ હારી ગઈ હતી. મુંબઈના ચેમ્બુરમાં રહેતા સૂર્યકુમારે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા પછી T20 વર્લ્ડ કપ જીતનારા કેપ્ટનોની યાદીમાં પોતાનું નામ ઉમેર્યું. આ જીતની ઉજવણી માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ દેશભરમાં આખી રાત ચાલી હતી.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2025-12-26-at-11.31.10-AM-1024x178.jpeg
error: Content is protected !!